PM MODI LIVE : ગુજરાત સહિત છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો મોદીના હસ્તે શિલાન્યાસ

| Updated on: Jan 01, 2021 | 12:37 PM

PM MODI LIVE : ગુજરાત સહિત છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો મોદીના હસ્તે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi) 2021ના પ્રથમ દિવસે, છ રાજ્યોમાં લાઈટલાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુમાં લાઈટ પ્રોજેક્ટનો વરચ્યુલ શિલાન્યાસ કરશે. ઘર વિહોણાને ઘર આપવા માટેની કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. વડાપ્રધાને સ્વપ્ન સેવ્યુ છે કે, તમામ લોકોને ઘર મળે. જે અંતર્ગત આ યોજના અમલમાં મૂકાઈ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Jan 2021 12:36 PM (IST)

    ગ્રામ્ય વિસ્તારમાં 2 કરોડ મકાનો બનાવ્યા, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કરાતા કામથી દેશની પ્રગતિ ઝડપી બને છે

    સસ્તા ઘરો ઉપર પહેલા 8 ટકા ટેક્સ લેવાતો હતો તે હવે 1 ટકા લેવાઈ રહ્યો છે. સામાન્ય ઘર ઉપર 12 ટકાને બદલે 5 ટકા જીએસટી લેવાય છે.  વિતેલા વર્ષે રિફોર્મ કરાયા છે. તેમાં બાંધકામ મંજૂરી માટે રેન્કીગ 185માંથી 127 નંબરે પહોચી છે. 2000થી વધુ શહેરોમાં આ યોજના લાગુ પડી છે. હવે દેશના અન્ય શહેરોમાં લાગુ કરવા કામ કરવાનું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કરાતા કામ દેશની પ્રગતિને વેગ આપે છે.  હાઉસીગ ફોર ઓલનુ સ્વપ્ન પુરૂ થશે. ગ્રામ્ય વિસ્તારમાં 2 કરોડ મકાનો બન્યા છે. તેજ ગતિએ નિર્ણયો લેવા પડશે.

  • 01 Jan 2021 12:31 PM (IST)

    રોજગારી માટે સ્થળાંતર કરનારા માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસીગ યોજના અમલમાં મૂકાઈ છે

    કોરોનાકાળમાં હોમ લોનમાં છુટ આપવામાં આવી કારણ કે લોકોની ઘરનુ સ્વપ્ન પુરુ થઈ શકે. રેરા જેવા કાયદાનુ હથિયાર ગ્રાહકોને આપવામાં આવ્યુ છે. દેશમાં લગભગ 60 હજાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ રેરા હેઠળ નોંધાયેલ છે. હાઉસીગ ફોર ઓલ એટલે કે બધા માટે ઘર માટે ચોતરફ કામ કરવામાં આવી રહ્યું છે. જે પરિવર્તન લાવી રહ્યું છે. ઘરની ચાવી સાથે અનેક તાળા ખુલી રહ્યા છે. સન્માન પૂર્વક જીવનનો દ્વાર ખુલે છે. બચતનો દ્વાર ખુલે છે. જીવન વિસ્તારનો દ્વાર ખુલે છે. સમાજ બિરાદરીમાં નવી ઓળખનો દ્વાર ખુલે છે. ચાવી લોકોની વિકાસ અને પ્રગતિના દ્વાર ખોલે છે. દિમાગના તાળા પણ ખોલે છે જે નવા સ્વપ્ન અને સંકલ્પ સેવે છે. કોરોનાકાળ દરમિયાન બહુ મોટુ કામ કરાયું. એફોર્ડેબેલ રેન્ટેબલ હાઉસીગ યોજના કે એક ગામથી બીજા ગામે કે શહેરમાં આવનારાઓને લાભ મળે છે. કામદારો વિના ઉદ્યોગો નથી. લોકો પરત બોલાવી રહ્યાં હતા. સસ્તા ભાડામાં મકાનો મળતા નથી. ઉદ્યોગોની સાથે મળીને સ્થળાતરીત કામદારો માટે મકાનો બનાવાશે.

  • 01 Jan 2021 12:24 PM (IST)

    પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા મકાનોને જીઓ ટેગીગ કરાય છે

    શહેરમાં રહેતા લોકોની સંવેદના અને ભાવનાને આદર આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખ્ખો મકાન અપાયા છે. લાખ્ખો મકાન બની રહ્યાં છે. પીએમ આવાસ યોજના હેઠળ બનેલા મકાનો જોવો તો ઈનોવેશન જોવા મળશે. ઘરની સાથે સાથે અન્ય યોજનાઓને પણ એક પેકેજ સ્વરૂપે જોડી દેવાયું છે. ગરિબોને ઘરની સાથે પાણી, વિજળી, ગેસ જેવી પ્રાથમિક સુવિધા સુનિશ્ચિત કરાઈ છે, દરેક ઘરને જીઓ ટેગીગ કરાયું છે. ઘરના બાંધકામની તસ્વીર વેબસાઈટ ઉપરમૂકવી પડે છે.

  • 01 Jan 2021 12:21 PM (IST)

    ઘર ખરીદવા માંગતા લોકોને કાયદાનું રક્ષણ અપાયુ છે, આજે લોકોનું ઘરનું ઘર હોય તે સ્વપ્ન સંપન્ન થશે

    બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા અને એન્જિનીયરીગનો અભ્યાસ કરતા યુવાનોને બાંધકામ સાઈટ ઉપર રહીને અભ્યાસ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી. દેશમાં જ આધુનિક હાઉસીગ ટેકનોલોજી સાથે જોડાયેલ રિસર્ચ માટે આશા પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યો છે. જે નવા સસ્તા મકાનો ઉપલબ્ધ થાય તે હેતુ છે. આ યોજના હેઠળ પાંચ પ્રોજેક્ટને એવોર્ડ આપીને બિરદાવાયા છે. શહેરમાં વસતા લોકો ગરિબ હોય તે મધ્યમવર્ગીય. આ તમામનુ સ્વપન્ હોય છે કે ઘરનું ઘર હોય. જેમાં તેમની ખુશી, સુખ દુખ જોડાયલ હોય છે. મુશ્કેલ સમયે ગેરંટી હોય છે. પરંતુ પાછલા વર્ષોમાં લોકોનો ઘર બાબતે વિશ્વાસ તુટી રહ્યો હતો કારણ કે ખરીદયા બાદ પણ ઘર કાગળ પર જ રહેતુ હતુ વાસ્તવિક અમલ નહોતો થતો. કિમત વધુ હતુ. કાયદો સાથ આપશે કે નહી તેવો અવિશ્વાસ હતો.

  • 01 Jan 2021 12:16 PM (IST)

    બાંધકામમાં વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષે 1000 મકાન બનાવાશે

    ઈન્દોરમાં જે મકાનો બને છે તેમાં ઈટ ગારાની દિવાલ નહી હોય, પ્રિ ફ્રેબ્રિકેટડ સેન્ડવીચ જેવી દિવાસ હશે. ફ્રાન્સની આ ટેકનોલોજીથી કુદરતી આપત્તિ સામે રક્ષણ મળશે. રાજકોટ, ચેન્નાઈ, અગરતલામાં ન્યૂઝીલેન્ડની સ્ટીલ ફ્રેમ આધારીત ઘર બનાવાશે. લખનૌમાં કેનેડાની ટેકનોલોજી અપનાવાઈ છે. જેમાં પ્લાસ્ટરની જરૂર નહી રહે. દરેક સ્થળે 12 મહિનામા 1000 ઘર બનાવાશે. એક દિવસમાં અઢીથી 3 મકાન બનાશે. આગામી 26 જાન્યુઆરૂ પહેલા સિધ્ધિ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક

  • 01 Jan 2021 12:12 PM (IST)

    દેશના ગરિબો અને મધ્યમવર્ગને સસ્તા અને ટકાઉ મકાનો મળશેઃ મોદી

    આપણા દેશને બહેતર ટેકનોલોજી કેમ ના મળે, દેશાવાસીઓને સારા ઘર કેમ ના મળે એ વિચારીને આ પ્રોજકેટને અમલમાં લવાયો છે. આ પ્રોજેક્ટ ચુસ્ત અને દુરસ્ત છે. ગ્લોબલ હાઉસીગ ચેલેન્જનો સ્વીકાર કર્યો, દુનિયાભરની અગ્રણી કંપનીઓને ભારતમાં બોલાવી. 50થી વધુ કંપનીઓએ ઈનોવેટીવમાં ભાગ લીધો. નવી ટેકનોલોજીથી ઈનોવેટ અને ઈન્ક્યુબેક કરવાનો લાભ મળ્યો. આ યોજના હેઠળ છ રાજ્યોમાં લાઈટ હાઉસ કામ ચાલે છે. બાંધકામનો સમય ઓછો થશે અને ગરિબોને સસ્તા મકાનો મળશે.

  • 01 Jan 2021 12:10 PM (IST)

    લાઈટ હાઉસ કાર્યક્રમ દેશના કન્સ્ટ્રશનને નવી દિશા આપશેઃ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશવાસીઓને 2021ના વર્ષની શુભેચ્છા પાઠવી. નવી ઉર્જા નવા સંકલ્પોની સાથે, તેજ ગતિએ આગળ વધવાનો શુંભારંભ છે. ગરિબ મધ્યમવર્ગના લોકોને સસ્તા મકાનો બનાવવાની યોજના લાઈટ હાઉસ કે જે પ્રકાશ સ્તંભ સમાન છે. હાઉસીગ કન્સ્ટ્રકશનને નવી દિશા દર્શાવશે. લાઈટ હાઉસ પ્રોજેકેટ દેશમાં કામ કરવાની કાર્યપધ્ધતિ માટે ઉતમ ઉદાહરણ છે.

    સરકાર

Published On - Jan 01,2021 12:36 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">