PM MODI LIVE : ગુજરાતને બે મેટ્રો રેલની ભેટ, અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન

| Updated on: Jan 18, 2021 | 12:05 PM

PM Modi ગુજરાતમાં સવારે વીડિયો કોન્ફરન્સિંગથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું.

PM Modi ગુજરાતમાં બે મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું. ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રી આ પ્રસંગે હાજર રહ્યાં.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2એ 28.25 કિ.મી. લંબાઈ ધરાવતો બે કોરિડોર ધરાવતો પ્રોજેકટ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીનો તેનો કોરિડોર-1, 22.8 કિ.મી. લંબાઈ ધરાવે છે. તેનો જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો કોરિડોર- 2, 5.4 કિ.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેકટ છે. ફેઝ-2ને સંપૂર્ણપણે પૂરો કરવામાં રૂ. 5,384 કરોડનો ખર્ચ થશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 

સુરત મેટ્રો રેલ પ્રોજેકટ 40.35 કિ.મી.ની લંબાઈ ધરાવતો 2 કોરિડોરનો પ્રોજેકટ છે. તેનો સરથાણાથી ડ્રીમ સીટી સુધીનો કોરિડોર- 1, 21.61 કિ.મી.ની લંબાઈ ધરાવે છે. ભેંસાણથી સરોઈ સુધીનો કોરિડોર-2, 18.74 કિ. મી.ની લંબાઈ ધરાવે છે. પ્રોજેકટ પૂરો કરવામાં કુલ રૂ. 12,020 કરોડનો ખર્ચ થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jan 2021 11:41 AM (IST)

    નાના ઉદ્યોગોને લાભ મળે તે માટે સરકાર સક્રિય : PM MODI

    અમારી સરકારે નાના ઉદ્યોગોને લાભ મળે તે માટે કાર્ય કર્યું છે. અંતમાં મોદીએ કહ્યું કે અમદાવાદ અને સુરતમાં મેટ્રોરેલ પ્રોજેક્ટથી નવા વિકાસને વેગ મળશે . અને, સંબોધનના અંતે આભાર વ્યક્ત કર્યો.

  • 18 Jan 2021 11:38 AM (IST)

    35 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ થયું : PM MODI

    દેશમાં સ્વચ્છતા પ્રત્યે પણ વિકાસ થયો છે. અને દેશના ખૂણેખૂણે શૌચાલયોનું કાર્ય પુરજોશમાં થયું છે.

  • 18 Jan 2021 11:35 AM (IST)

    આયુષ્માન યોજના થકી 21 લાખ દર્દીઓને લાભ મળ્યો : PM MODI

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય સેવામાં દેશ વિકાસ કરી રહ્યો હોવાનું જણાવ્યું. જેમાં આયુષ્માન યોજના થકી 21 લાખ લોકોને લાભ મળ્યો હોવાનું મોદીએ કહ્યું

  • 18 Jan 2021 11:31 AM (IST)

    નર્મદાનું પાણી કચ્છની સુકી ધરા સુધી પહોંચ્યું : PM MODI

    ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં નર્મદા પરિયોજના આર્શિવાદરૂપ હોવાનું કહ્યું. આ યોજનાથી ગુજરાતના ખેડૂતોને સિંચાઇનું પાણી મળ્યું છે. વિજળીની સમસ્યા હલ થઇ છે. સાથે રાજયમાં ઘરેઘરે પીવાનું પાણી મળી રહ્યું છે.

  • 18 Jan 2021 11:27 AM (IST)

    ગાંધીનગર એક સ્વનીલ શહેર બન્યું : PM MODI

    વડાપ્રધાન મોદીએ ગાંધીનગરને સ્વનીલ શહેર ગણાવ્યું હતું. સાથે જ અમદાવાદના વિકાસને પણ વર્ણવ્યો હતો. અમદાવાદને મળેલા હેરિટેજ દરજ્જાને પણ મોદીએ યાદ કર્યું. આજે ગુજરાતના દરેક શહેરોનો વિકાસ થયો હોવાનું મોદીએ કહ્યું, ગુજરાતમાં પાણી અને વિજળીની સમસ્યા હલ થઇ હોવાનું કહ્યું.

    ગુજરાતમાં સિંચાઇનું પાણી અને પીવાનું પાણી આસાનીથી મળી રહ્યું છે. મોદીએ નર્મદા પરિયોજના થકી ગુજરાતની ધરાને મળતા પાણી અને વિજળીની સમસ્યા હલ થઇ હોવાનું કહ્યું. સૌરઉર્જા ક્ષેત્રમાં ગુજરાત દેશમાં અગ્રેસર હોવાનું જણાવ્યું

  • 18 Jan 2021 11:22 AM (IST)

    સુરત શહેર દેશ અને દુનિયામાં વિકાસમાં અગ્રેસર : PM MODI

    વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનમાં સુરતના વિકાસની ગાથાને વર્ણવી હતી. મોદીએ જણાવ્યું કે સુરત શહેર દેશમાં તો અગ્રેસર છે. પરંતુ વિશ્વમાં સૌથી વિકસતુ 14માં નંબરનું શહેર છે. સુરત શહેરના કાપડ ઉદ્યોગ, હીરાઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોમાં વિકાસની ગાથાને યાદ કર્યા છે. સુરત શહેરની સ્વચ્છતાના પણ મોદીએ વખાણ કર્યા.

    સુરતમાં એક નાનકડું ભારત વસતું હોવાનું મોદીએ કહ્યું. દેશના દરેક ખુણામાંથી આ શહેરમાં ભાતભાતના લોકો રોજગારી માટે આવતા હોવાનું પણ મોદીએ જણાવ્યું.

  • 18 Jan 2021 11:16 AM (IST)

    મેટ્રો રેલ મામલે પહેલા નિષ્ક્રિયતા હતી : PM MODI

    પહેલાની સરકારમાં મેટ્રોરેલને લઇને નિષ્ક્રિયતા જોવા મળી છે. જયારે હવે મેટ્રોરેલને લઇને સરકાર આધુનિક વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં મેટ્રો રેલને લઇને વિકાસ થયો છે.

  • 18 Jan 2021 11:13 AM (IST)

    અમદાવાદ અને સુરત બંને શહેરો વિકાસમાં અગ્રેસર : PM MODI

    વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કેવડીયા- અમદાવાદ ટ્રેનના શુભારંભનો ઉલ્લેખ કર્યો. સાથે જ જણાવ્યું કે કોરોનાકાળમાં પણ સરકાર વિકાસકાર્યમાં અગ્રેસર રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ અને સુરત બંને મેટ્રોશહેર ગુજરાત અને ભારતના વિકાસમાં અગ્રેસર શહેરો છે. જેથી બંને શહેરોમાં શરૂ થનારી મેટ્રોરેલને કારણે વિકાસના નવા આયામ ખુલશે.

  • 18 Jan 2021 11:09 AM (IST)

    ગુજરાતને વડાપ્રધાન મોદીની ભેટ, બે મેટ્રો રેલ પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સથી કર્યું ભૂમિપૂજન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બે મહત્વની ભેટ આપી છે. વડાપ્રધાને પોતાના હસ્તે સુરત અને અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે.

    વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનની શરૂઆત માતૃભાષા ગુજરાતીથી કરી હતી. જેમાં સુરતીલાલાઓને મોદીએ યાદ કર્યા.

  • 18 Jan 2021 10:56 AM (IST)

    થોડીવારમાં વડાપ્રધાન મોદી બે મેટ્રોરેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

    ભૂમિપૂજનના પ્રારંભે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે સંબોધન કર્યું. અમીત શાહે પ્રવચનમાં વડાપ્રધાન મોદીની કાર્યશૈલીના વખાણ કર્યા.

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહના પ્રવચન બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રવચન આપ્યું. મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.

    સીએમ રૂપાણીએ આ પ્રસંગે કેવડીયા રેલવે સ્ટેશનના લોકાર્પણનો ઉલ્લેખ કર્યો, ત્યારે સુરત અને અમદાવાદ મેટ્રોરેલના શિલાન્યાસ મામલે ખુશી વ્યક્ત કરી હતી.

    મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંહફાળો હોવાનો પણ સીએમએ ઉલ્લેખ કર્યો. ગુજરાતને મળેલી એઇમ્સની ભેંટ, હઝિરા પ્રોજેક્ટ, ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ મામલે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો.

Published On - Jan 18,2021 11:41 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">