PM મોદીના નેતૃત્વમાં Dandi Marchથી થશે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની શરૂઆત

પીએમ મોદી આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે 'અમૃત મહોત્સવ'ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે.  Dandi March બે ગ્રુપ દ્વારા યોજવામાં આવી રહી છે.

PM મોદીના નેતૃત્વમાં Dandi Marchથી થશે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની શરૂઆત
PM Modi (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 11, 2021 | 9:56 PM

પીએમ મોદી આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે.  Dandi March બે ગ્રુપ દ્વારા યોજવામાં આવી રહી છે. પ્રથમ યાત્રા ગુજરાતના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પૂર્ણ થશે અને બીજી પદયાત્રા 75 કિલોમીટરની હશે, જેમાં સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પોતે ભાગ લેશે. આ યાત્રા નડિયાદ સુધીની રહેશે. આ કાર્યક્રમની સાથે જ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સાથે સંકળાયેલા ભવ્ય કાર્યક્રમોનો ઉજવણીની શરૂઆત થશે.

પીએમ  મોદી ઐતિહાસિક Dandi Marchની પુનરાવર્તીત યાત્રાને લીલી ઝંડી આપશે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આઝાદીના અમૃત મહોત્સવના રાષ્ટ્રવ્યાપી લોકાર્પણ માટે ગુજરાત સરકાર તૈયાર છે. 12 માર્ચે યોજાનારા આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન 1930માં મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી માર્ચની પુનરાવર્તીત યાત્રાને અમદાવાદના સાબરમતી આશ્રમથી રવાના કરશે. આ સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાને લગતા ભવ્ય કાર્યક્રમની ઉજવણી શરૂ થશે.

દેશમાં 75 સ્થળોએ એક સાથે કાર્યક્રમોનું આયોજન

સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતથી શરૂ થતાં આ અમૃત મહોત્સવની શરૂઆત કરશે. શુક્રવારથી દેશના 75 સ્થળોએ એક સાથે અનેક કાર્યક્રમો યોજાશે. દેશની આઝાદીના 75માં વર્ષે યોજાનારા કાર્યક્રમો અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવશે અને તે એક જન આંદોલન તરીકે ઉજવાશે. તેમણે કહ્યું કે, તમામ રાજ્યોને તેમના પોતાના રાજ્યમાં કાર્યક્રમ તૈયાર કરવા અને ઉજવણી કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારે દાંડી યાત્રાના બીજા ગ્રુપના 12 રાજ્યોના લોકો સાથે પ્રવાસ પર નીકળશે અને 16 માર્ચે નડિયાદ પર સમાપન કરશે.

આ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જ્યાં તેઓ પદયાત્રા કરશે. દિલ્હીના કનોટ પેલેસ ઉપરાંત, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રાજ્ય કક્ષાએ 75-75 સ્થાનોની પસંદગી કરવામાં આવી છે. આ સાથે બધા રાજ્યો તેમના રાજ્યોની માહિતી કેન્દ્રને મોકલી રહ્યા છે.

Dandi Marchનો ઈતિહાસ

ઈતિહાસમાં મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાતી દાંડી માર્ચની શરૂઆત ગાંધીજીના નેતૃત્વમાં 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. 24 દિવસ સુધી ચાલેલી આ યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈ અને નવસારીના નાના ગામ દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ આંદોલન બ્રિટીશ રાજની મીઠા પરની ઈજારાશાહીના વિરોધમાં હતું.

આ પણ વાંચો: Banaskantha: Eco-Sensitive Zoneના નવા કાયદાથી આદિવાસીઓ સેન્સિટિવ, ગામેગામ મળી આગેવાનોની બેઠક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">