PM Modi Interview Highlights: દેશની હાલ જે સ્થિતિ છે તેના માટે સૌથી વધુ કોંગ્રેસ જવાબદાર: PM મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:07 PM

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં હું તમામ રાજ્યોમાં જોઈ રહ્યો છું કે ભાજપ તરફ લહેર છે, ભાજપ જંગી બહુમતીથી જીતશે. આ તમામ 5 રાજ્યોની જનતા અમને સેવા કરવાનો મોકો આપશે.

PM Modi Interview Highlights: દેશની હાલ જે સ્થિતિ છે તેના માટે સૌથી વધુ કોંગ્રેસ જવાબદાર: PM મોદી
PM Narendra Modi (File Image)

વિધાનસભા ચૂંટણી 2022 માટે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઘણા મુદ્દાઓ પર વાત કરી ચૂક્યા છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં PM મોદીએ વિધાનસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં હું તમામ રાજ્યોમાં જોઈ રહ્યો છું કે ભાજપ તરફ લહેર છે, ભાજપ જંગી બહુમતીથી જીતશે. આ તમામ 5 રાજ્યોની જનતા અમને સેવા કરવાનો મોકો આપશે. જે રાજ્યોએ અમને સેવા કરવાની તક આપી છે તેમણે અમારી કસોટી કરી છે, અમારું કામ જોયું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2022 09:04 PM (IST)

    પંજાબ સાથે મારો જૂનો સંબંધ છે: PM Modi

    વડાપ્રધાને કહ્યું કે પંજાબ સાથે મારો જૂનો નાતો રહ્યો છે. પંજાબમાં મેં ઘણો સમય પસાર કર્યો છે. સરદારોની ભાવના હું સમજું છું.

  • 09 Feb 2022 09:01 PM (IST)

    ભાજપે રાજકીય સ્વાર્થને બદલે પંજાબમાં સમાધાન કર્યુ: PM Modi

    ભાજપે રાજકીય સ્વાર્થને બદલે પંજાબમાં સમાધાન કર્યુ, અમે પંજાબમાં સુખ-શાંતિનો માહોલ બનાવવા માગતા હતા. અમે પંજાબમાં શાંતિ સ્થાપિત કરવામાં માંગતા હતા. પંજાબમાં અત્યારે ભાજપ સૌથી વિશ્વનીય પક્ષ છે. રાજનીતિના મહારથીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે લોકો દબાયેલા હતા, તે ખુલીને અમારી સાથે આવ્યા છે. ખેડૂતો કહે છે કે મોદી સરકારમાં આવક વધી છે.

  • 09 Feb 2022 08:52 PM (IST)

    નાના ખેડૂતોની પીડા હું સમજું છું: PM મોદી

    વડાપ્રધાને ખેડૂતો અંગે કહ્યું કે દેશહિતમાં કૃષિ કાયદા પરત લીધા છે. નાના ખેડૂતોનું પીડા હું સમજું છે. અમે બધા સાથે સંવાદ ઈચ્છીએ છીએ. બજેટ અંગે અમારી સરકાર દ્વારા ખેડૂતોના વિચાર પણ પૂછવામાં આવે છે.

  • 09 Feb 2022 08:48 PM (IST)

    વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

    વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે દેશની હાલ જે સ્થિતિ છે તેના માટે સૌથી વધુ કોંગ્રેસ જવાબદાર છે. નહેરૂજીનું નામ લઈ તો વાંધો કેમ આવે છે સમજાતું નથી. ત્યારે ભ્રષ્ટાચાર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચર ઉધઈની જેમ દેશને પરેશાન કરે છે.

  • 09 Feb 2022 08:43 PM (IST)

    પરિવારવાદ વાળી પાર્ટીઓ લોકશાહીની સૌથી મોટી દુશ્મન: PM મોદી

    પરિવારવાદ વાળી પાર્ટીઓ લોકશાહીની સૌથી મોટી દુશ્મન છે. પંજાબ અને હરિયાણામાં પણ પરિવારની પાર્ટી છે. ઉત્તરપ્રદેશમાં પણ પરિવારવાદની જ પાર્ટી, જમ્મી કાશ્મીર અને ઝારખંડમાં પણ પરિવારવાદની પાર્ટી છે.

  • 09 Feb 2022 08:36 PM (IST)

    કોરોનાકાળમાં 150 દેશોએ ભારતની મદદ માંગી: PM Modi

    ભારતમાં સૌથી વધુ રોકાણ આવી રહ્યુ છે. મીડિયા મારફતે વિશ્વમાં વાત પહોંચાડાય છે. વિશ્વામાં ભારતની પ્રતિષ્ઠા છે. કોરોનાકાળમાં 150 દેશોએ ભારતની મદદ માંગી છે. કોરોનામાં ભારતે વિશ્વને દવાઓ પૂરી પાડી છે.

  • 09 Feb 2022 08:29 PM (IST)

    ઉત્તરપ્રદેશમાં માફિયાઓના દબાણમાં પહેલા સરકાર કામ કરતી હતી. બહેન-દીકરી પહેલા ઘરની બહાર નહતા નીકળી શકતા: વડાપ્રધાન મોદી

  • 09 Feb 2022 08:28 PM (IST)

    સર્વાગી વિકાસ થવો જોઈએ: PM મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યોની પ્રાથમિકતા શું એ હું સમજુ છું, વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી છે. દેશમાં પણ તમામ સ્થળોએ વિકાસ થવો જોઈએ. સમાજના તમામ વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ. 100 જેટલા જિલ્લા એવા છે જેમનો વિકાસ પાછળ છે.

  • 09 Feb 2022 08:21 PM (IST)

    યોગી સરકારે અશક્યને શક્ય કરીને બતાવ્યું છે: વડાપ્રધાન મોદી

  • 09 Feb 2022 08:19 PM (IST)

    ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારમાં ગુંડારાજ ચાલતુ હતું: PM મોદી

    ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારમાં ગુંડારાજ ચાલતુ હતું. માફિયાઓના દબાણમાં પહેલા સરકાર કામ કરતી હતી. બહેન-દીકરી પહેલા ઘરની બહાર નહતા નીકળી શકતા. મહિલાઓને હવે ઉત્તરપ્રદેશમાં સુરક્ષા મળી છે.

  • 09 Feb 2022 08:16 PM (IST)

    5 રાજ્યની જનતા ફરી કામ કરવાની તક આપશે: PM મોદી

    વડાપ્રધાને કહ્યું કે 5 રાજ્યની જનતા ફરી કામ કરવાની તક આપશે. અમે ઘણી હાર બાદ આ સ્થિતિએ પહોંચ્યા છે. તમામ રાજ્યમાં હાલમાં ભાજપની લહેર જોવા મળી રહી છે. ભાજપ સામુહિક નેતૃત્વમાં વિશ્વાસ કરે છે.

  • 09 Feb 2022 08:13 PM (IST)

    ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનો ખાસ ઈન્ટરવ્યુ

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિજય અને પરાજય બંને અમારી પાર્ટીએ જોયો છે. અમારી માટે ચૂંટણી ઓપન યુનિવર્સિટી છે. યોગીજીએ અશક્યને શક્ય કરીને બતાવ્યું છે. ચૂંટણીમાં જાતને તપાસવાની તક મળે છે.

  • 09 Feb 2022 08:06 PM (IST)

    5 રાજ્યમાં ચૂંટણી મુદ્દે બોલ્યા મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાંચ રાજ્યમાં ભાજપની લહેર છે. જંગી બહુમતીથી ભાજપ જીતશે. પહેલા જાહેરાત થતી હતી, કામ નહતા થતા.

Published On - Feb 09,2022 8:02 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">