PM Modiએ કોઈમ્બતુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4000 મકાનોનું કર્યું લોકાર્પણ

PM Modiએ ગુરુવારે કોઈમ્બતુરમાં આશરે 12,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત પ્રોજેક્ટ્ના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.  જે તમિલનાડુના અર્થતંત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

PM Modiએ કોઈમ્બતુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4000 મકાનોનું કર્યું લોકાર્પણ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 25, 2021 | 7:40 PM

PM Modiએ ગુરુવારે કોઈમ્બતુરમાં આશરે 12,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત પ્રોજેક્ટ્ના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.  જે તમિલનાડુના અર્થતંત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ તિરુચિલાપલ્લીના તિરૂપુર, મદુરાઇ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશને 4,144 મકાનો સમર્પિત કર્યા.

આ યોજના હેઠળ, તિરુપુર, મદુરાઇ, તિરુચિરાપલ્લીમાં 332 કરોડના ખર્ચે ચાર હજારથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમણે તુટીકોરીન ખાતે રેલ ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે, તેમણે એમ.જી. રામચંદ્રન અને જે.કે. જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, મુખ્ય પ્રધાન ઇ. પલાનીસામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વી.ઓ. ચિદમ્બરનાર બંદર ખાતે 5 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ

PM Modi એ  વી.ઓ. ચિદમ્બરનાર બંદર ખાતે 5 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં ગ્રીડ-કનેક્ટેડ ગ્રાઉન્ડ બેઝ્ડ સોલર પાવર પ્લાન્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે અંદાજે 20 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ પ્રોજેક્ટ દર વર્ષે 10 લાખ યુનિટ (કેડબ્લ્યુએચ) એનર્જી ઉત્પન્ન કરશે અને આ બંદરના ઉર્જા વપરાશના 56 ટકાને પહોંચી વળશે. આ બંદર કામગીરીમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે.

લોઅર ભવાની પ્રોજેક્ટ્સ સિસ્ટમના આધુનિકીકરણ માટે પાયો

વડા પ્રધાન મોદીએ લોઅર ભવાની પ્રોજેક્ટ્સ સિસ્ટમના આધુનિકીકરણનું શિલાન્યાસ કર્યું હતું. ભવાની સાગર ડેમ અને નહેરની વ્યવસ્થા વર્ષ 1955 માં પૂર્ણ થઈ હતી. લોઅર ભવાની પ્રોજેક્ટના વિસ્તરણથી ઇરોડ, તિરુપુર અને કરુર જિલ્લામાં બે લાખ એકરથી વધુ જમીનમાં સિંચાઇ થાય છે. આ પ્રોજેક્ટ નાબાર્ડની મૂળભૂત વિકાસ સહાય હેઠળ રૂ. 934. કરોડના ખર્ચે પૂર્ણ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ સિસ્ટમમાં હાલની સિંચાઇ વ્યવસ્થાનું પુનર્વસન અને કેનાલોની ક્ષમતામાં વધારો કરવાનો છે.

તમિળનાડુનો વીજળીમાં 65 ટકા હિસ્સો રહેશે

તેમણે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોના વિકાસ માટે પાયો નાખ્યો. વડા પ્રધાને નેવેલી નવો થર્મલ પાવર પ્રોજેક્ટ પણ દેશને સમર્પિત કર્યો. નેવેલી પ્રોજેક્ટ એક લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટ છે, જે 1000 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા સાથે બનાવવામાં આવ્યો છે. તેમાં 500 મેગાવોટ ક્ષમતાના બે યુનિટ છે. આશરે 8000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને પોંડેચેરીને ફાયદો થશે. તમિળનાડુનો વીજળીમાં 65 ટકા હિસ્સો રહેશે.

એનએલસી ભારતનો 709 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીએ એનએલસી ઇન્ડિયાના 709 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટને રાષ્ટ્રને પણ સમર્પિત કર્યો હતો, જે તિરુનેલવેલી, તુતીકોરીન, રામાનાથપુરમ અને વિરૂધ્ધનગર જિલ્લામાં લગભગ 2670 એકર જમીનમાં સ્થાપિત થયેલ છે. આ પ્રોજેક્ટ 3000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

તમામ પ્રોજેક્ટ્સમાં વિકાસની સાથે પર્યાવરણીય સંરક્ષણની પ્રાધાન્યતા

પીએમ મોદીએ કહ્યું કે વિકાસની સાથે સાથે તમામ પ્રોજેક્ટમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ઉર્જા અને આત્મનિર્ભરતાની દિશામાં દેશને મજબૂત બનાવવા માટે પણ કાર્ય કરશે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રતિષ્ઠિત જીવન માટે અને લોકોના સપનાને સાકાર કરવા સાથે મળીને કામ કરશે.

ઉદ્યોગો અને નવીનતાનું કોઈમ્બતુર શહેર

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કોઈમ્બતુર ઉદ્યોગો અને નવીનતાનું શહેર છે. આજના પ્રોજેક્ટ્સથી સમગ્ર તમિળનાડુને ફાયદો થશે. ભવાની સાગર ડેમનો ખેડુતોને મોટો ફાયદો થશે. ભારતના ઔદ્યોગિક વિકાસમાં તમિળનાડુનો મોટો ફાળો છે. તમિળનાડુ સમુદ્ર દ્વારા વેપારનો લાંબો ઇતિહાસ ધરાવે છે. નેવેલી નવા થર્મલ પાવર પ્રોજેક્ટની કિંમત 7000 કરોડ છે. બંને નવા પ્રોજેક્ટ્સ તમિળનાડુની ઉર્જા આવશ્યકતાઓના 65% ભાગને પૂર્ણ કરશે.

નવા દરિયાઈ બંદર પ્રોજેક્ટ સમુદ્ર દ્વારા વેપારમાં વધારો કરશે

તેમણે કહ્યું કે બંદરોને લગતા નવા પ્રોજેક્ટ્સથી દરિયા દ્વારા વેપાર વધશે. બંદરોના વિકાસ માટે સાગરમલા યોજના શરૂ કરવામાં આવી છે. સાગરમાલા યોજના હેઠળ 575 પ્રોજેક્ટ્સ છે. પીએમ મોદીએ કહ્યું કે વિકાસ અને પર્યાવરણની ચિંતા એકબીજા સાથે જોડાયેલા છે. દરેક વ્યક્તિના સન્માન માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">