PM Modi in US: પીએમ મોદી અને જો બાઈડન વચ્ચેેની બેઠક સમાપ્ત, બિઝનેસ અને ટેકનોલોજી સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર થઈ વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

PM Modi in US: પીએમ મોદી અને જો બાઈડન વચ્ચેેની બેઠક સમાપ્ત, બિઝનેસ અને ટેકનોલોજી સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર થઈ વાતચીત
PM Modi in US

PM Narendra Modi US Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે વ્હાઈટ હાઉસમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ”મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે હું આપનો આભાર માનું છું. અગાઉ પણ અમને ચર્ચા કરવાની તક મળી હતી અને તે સમયે તમે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો માટે તમારુ વિઝન જણાવ્યું હતું. આજે, તમે ભારત-યુએસ સંબંધો માટે તમારા વિઝનને અમલમાં મૂકવાની પહેલ કરી રહ્યા છો.”

જો બાઈડને કહ્યું, ‘હું લાંબા સમયથી વિશ્વાસ છે કે, યુએસ-ભારત સંબંધ ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશો બનશે. હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હોસ્ટ કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને જાળવી રાખવા અને કોવિડ-19 થી લઈને આબોહવા પરિવર્તન સુધીના દરેક મુદ્દાનો સામનો કરવા આતુર છું.

પીએમ મોદીએ વ્હાઈટ હાઉસની વિઝિટર બુકમાં સહી કરી

વ્હાઇટ હાઉસમાં જો બાઈડન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. આ પછી તેમણે રૂઝવેલ્ટ રૂમમાં વિઝિટર બુકમાં સહી પણ કરી હતી. છેલ્લા સાત વર્ષમાં પીએમ મોદીની આ સાતમી યુએસ મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો બિડેન સાથે મુલાકાત બાદ વ્હાઈટ હાઉસથી રવાના થયા હતા. થોડા સમય પછી બંને નેતાઓ ક્વાડ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે.

વ્યાપાર અને ટેકનોલોજી મુદ્દે થઈ ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વેપારના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું પોતાનું મહત્વ છે. આ દાયકામાં પણ આપણે વ્યવસાયના ક્ષેત્રમાં એકબીજાને ઘણી મદદ કરી શકીએ છીએ. અમેરિકા પાસે એવી ઘણી વસ્તુઓ છે જેની ભારતને જરૂર છે. ભારત પાસે ઘણી વસ્તુઓ છે જે અમેરિકા માટે ઉપયોગી થઈ શકે છે. પીએમ મોદીએ ટેકનોલોજી પર કહ્યું, ‘ટેકનોલોજી એક પ્રેરક બળ બની રહી છે. આપણે વૈશ્વિક ભલાઈ માટે ટેકનોલોજીનો લાભ લેવા માટે આપણી પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે.’

પીએમ મોદીએ બાઈડનની કરી પ્રશંસા

પીએમ મોદીએ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ (PM Modi Meet US President) ની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘કાર્યભાર સંભાળ્યા પછી તમે દરેક ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી છે. પછી તે કોવિડ હોય, આબોહવા પરિવર્તન હોય અથવા ક્વાડ હોય. જે આગામી દિવસોમાં ભારે અસર ઉભી કરશે. મને ખાતરી છે કે, આજે અમારી વાતચીતમાં પણ આપણે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી શકીએ છીએ. આપણે સાથે મળીને કેવી રીતે ચાલી શકીએ, વિશ્વ માટે શું સારું કરી શકીએ તેના પર આજે આપણે અર્થપૂર્ણ ચર્ચા કરીશું.”

પીએમ મોદીએ 7 મી વખત અમેરિકાની મુલાકાત લીધી છે

વડાપ્રધાન મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ 7મી વખત અમેરિકાની યાત્રા પર છે. તેમણે કહ્યું હતું કે, તેમની મુલાકાત ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તક હશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ બાઈડન સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે (PM Modi First Meeting With Joe Biden). ભારત-યુએસ દ્વિપક્ષીય સમિટ પહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ મુદ્દાઓમાં સહકારના નવા ક્ષેત્રોની ચર્ચાઓ પણ સામેલ છે.

 

આ પણ વાંચો: NCRTC Recruitment 2021: નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati