PM Modi in US: વ્હાઇટ હાઉસમાં પ્રથમ દ્વિપક્ષીય બેઠક શરૂ, પીએમ મોદીએ બાઈડનને કહ્યું, કોવિડથી ક્વાડ સુધી તમે આ ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે વ્હાઈટ હાઉસમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે.

PM Modi in US: વ્હાઇટ હાઉસમાં પ્રથમ દ્વિપક્ષીય બેઠક શરૂ, પીએમ મોદીએ બાઈડનને કહ્યું, કોવિડથી ક્વાડ સુધી તમે આ ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી
PM Modi in US
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 10:46 PM

PM Narendra Modi US Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન શુક્રવારે વ્હાઈટ હાઉસમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ”મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે હું આપનો આભાર માનું છું. અગાઉ પણ અમને ચર્ચા કરવાની તક મળી હતી અને તે સમયે તમે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધો માટે તમારુ વિઝન જણાવ્યું હતું. આજે, તમે ભારત-યુએસ સંબંધો માટે તમારા વિઝનને અમલમાં મૂકવાની પહેલ કરી રહ્યા છો.”

જો બાઈડને કહ્યું, ‘હું લાંબા સમયથી વિશ્વાસ છે કે, યુએસ-ભારત સંબંધ ઘણા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. હકીકતમાં 2006 માં જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશો બનશે. હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હોસ્ટ કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને જાળવી રાખવા અને કોવિડ-19 થી લઈને આબોહવા પરિવર્તન સુધીના દરેક મુદ્દાનો સામનો કરવા આતુર છું.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે, આજની દ્વિપક્ષીય સમિટ મહત્વપૂર્ણ છે. અમે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ દાયકો ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો બની રહેશે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ રોપવામાં આવ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પીએમ મોદીએ બાઈડનની કરી પ્રશંસા

પીએમ મોદીએ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ (PM Modi Meet US President) ની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘કાર્યભાર સંભાળ્યા પછી તમે દરેક ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી છે. પછી તે કોવિડ હોય, આબોહવા પરિવર્તન હોય અથવા ક્વાડ હોય. જે આગામી દિવસોમાં ભારે અસર ઉભી કરશે. મને ખાતરી છે કે, આજે અમારી વાતચીતમાં પણ આપણે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી શકીએ છીએ. આપણે સાથે મળીને કેવી રીતે ચાલી શકીએ, વિશ્વ માટે શું સારું કરી શકીએ તેના પર આજે આપણે અર્થપૂર્ણ ચર્ચા કરીશું.”

બેઠકમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ

પીએમ મોદીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિ જો બાઈડને ગાંધીજીની જન્મજયંતિનો ઉલ્લેખ કર્યો. ગાંધીજીએ ટ્રસ્ટીશીપ વિશે વાત કરી, એટલે કે, આવનારા સમયમાં આપણા ગ્રહ માટે ખૂબ જ મહત્વનો ખ્યાલ. આ ટ્રસ્ટીશીપ માટે આ દાયકો પણ ખૂબ મહત્વનો છે. મહાત્મા ગાંધીએ હંમેશા હિમાયત કરી હતી કે, આપણે આ ગ્રહના ટ્રસ્ટી છીએ. આ ટ્રસ્ટીશીપ સ્પિરિટ ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.’

વ્યાપાર અને ટેકનોલોજી મુદ્દે થઈ ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વેપારના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું પોતાનું મહત્વ છે. આ દાયકામાં પણ આપણે વ્યવસાયના ક્ષેત્રમાં એકબીજાને ઘણી મદદ કરી શકીએ છીએ. અમેરિકા પાસે એવી ઘણી વસ્તુઓ છે જેની ભારતને જરૂર છે. ભારત પાસે ઘણી વસ્તુઓ છે જે અમેરિકા માટે ઉપયોગી થઈ શકે છે. પીએમ મોદીએ ટેકનોલોજી પર કહ્યું, ‘ટેકનોલોજી એક પ્રેરક બળ બની રહી છે. આપણે વૈશ્વિક ભલાઈ માટે ટેકનોલોજીનો લાભ લેવા માટે આપણી પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે.’

આ પહેલા પણ થઈ હતી મુલાકાત

બંને આ પહેલા પણ મળ્યા હતા. બાઈડન તે સમયે દેશના ઉપરાષ્ટ્રપતિ હતા. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પીએમ મોદી સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. મહત્વનું છે કે, બાઈડને આ વર્ષે જાન્યુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડન ફોન પર ઘણી વખત વાત કરી છે. બંનેએ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો છે. આમાં માર્ચમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ક્વાડ કન્ટ્રીઝ કોન્ફરન્સનો સમાવેશ થાય છે. તે જ સમયે, બંને વચ્ચે છેલ્લી ટેલિફોનિક વાતચીત 26 એપ્રિલના રોજ થઈ હતી.

આ બેઠક પહેલા રાષ્ટ્રપતિ બાઈડને ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘આજે સવારે હું દ્વિપક્ષીય બેઠક માટે વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હોસ્ટ કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને જાળવી રાખવા અને કોવિડ-19 થી લઈને આબોહવા પરિવર્તન સુધીના દરેક મુદ્દાનો સામનો કરવા આતુર છું.

પીએમ મોદીએ 7 મી વખત અમેરિકાની મુલાકાત લીધી છે

વડાપ્રધાન મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ 7મી વખત અમેરિકાની યાત્રા પર છે. તેમણે કહ્યું હતું કે, તેમની મુલાકાત ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તક હશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ બાઈડન સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે (PM Modi First Meeting With Joe Biden). ભારત-યુએસ દ્વિપક્ષીય સમિટ પહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ મુદ્દાઓમાં સહકારના નવા ક્ષેત્રોની ચર્ચાઓ પણ સામેલ છે.

આ પણ વાંચો: NCRTC Recruitment 2021: નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને જાહેર કરી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">