Delhi High Court: રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી, જાણો શા માટે થઈ રહી છે કાર્યવાહીની માગ

ટ્વિટરે પીડિતાના માતા -પિતાની તસવીર શેર કરી હતી તે રાહુલ ગાંધીની પોસ્ટને હટાવી દીધી હતી . ઉપરાંત રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Delhi High Court: રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી, જાણો શા માટે થઈ રહી છે કાર્યવાહીની માગ
Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 12:35 PM

Delhi Highcourt:  દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)  ટ્વિટર પર બળાત્કાર અને હત્યા કેસના પીડિતાની માતા-પિતા સાથેની મુલાકાતની તસવીર શેર કરવા બદલ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીડિતાની ઉંમર 9 વર્ષ હતી. જેથી,અરજી કરનાર મકરંદ સુરેશ માડલેકરે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીએ કિશોર ન્યાય અધિનિયમ અને POCSO અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે.

એક મિડીયા અહેવાલ મુજબ, અરજદારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને ટ્વિટર અને દિલ્હી પોલીસને (Delhi Police) રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “બંને કાયદાઓ મુજબ કોઈ પણ સગીર પીડિતાના પરિવારની તસવીર શેર કરી શકાતી નથી.” આપને જણાવવું રહ્યું કે, હાઇકોર્ટ 11 ઓગસ્ટે આ અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ પહેલા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (National Commission For Protection of child rights) એ પણ ટ્વિટર અને દિલ્હી પોલીસને એક નોટિસ મોકલીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઉપરાંત પંચે જણાવ્યું હતું કે, કોઈ પણ સગીર પીડિતાની કૌટુંબિક તસવીર પોસ્ટ (Photo) કરવી એ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 ની કલમ 74 અને POCSO એક્ટની કલમ 23 નું ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે, ટ્વિટરે (Twitter) શુક્રવારે રાહુલ ગાંધીની પોસ્ટને હટાવી દીધી હતી જેમાં તેમણે પીડિતાના માતા -પિતાની તસવીર શેર કરી હતી. ઉપરાંત કોંગ્રેસે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે, પરંતુ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે “એકાઉન્ટ હજુ સેવામાં છે” તેમ જણાવ્યું હતું.

રાહુલ ગાંધી ટ્વીટ કરવા માટે અસમર્થ 

કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, “રાહુલ ગાંધીનું એકાઉન્ટ (Twitter Account) અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેના પુન:સ્થાપન માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં સુધી એકાઉન્ટ પુન:સ્થાપિત ન થાય ત્યાં સુધી તે સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ દ્વારા તમારી સાથે જોડાયેલ રહેશે અને લોકો માટે અવાજ ઉઠાવવાનું અને તેમની લડાઈ લડવાનું ચાલુ રાખશે.”

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

આ પણ વાંચો: Delhi: કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આજે ‘ભારત છોડો આંદોલન’ પ્રદર્શન કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">