BBCની ડોક્યુમેન્ટરી ઉપર લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 8:50 AM

બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટરી પર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આજે 3 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનવણી હાથ ધરાશે.

BBCની ડોક્યુમેન્ટરી ઉપર લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી
india the modi question bbc documentary (file photo)

બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવેલી ડોક્યુમેન્ટરી છેલ્લા ઘણા સમયથી વિરોધનો સામનો કરી રહી છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે, બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટરી પર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આજે 3 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનવણી હાથ ધરાશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની ખંડપીઠ આ અરજી પર સુનવણી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીબીસીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતી ગુજરાત રણખાણ ઉપર બનાવેલ ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ રિલીઝ થયાના થોડા જ સમયમાં સરકાર દ્વારા, તેને હટાવી દેવા આદેશ આપવામાં આવ્યો હતો. બીબીસીની ડોક્યુમેન્ટરી પર લાગેલા પ્રતિબંધ વિરુદ્ધા એન રામ, મહુઆ મોઈત્રા, પ્રશાંત ભૂષણ અને એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

કેન્દ્ર સરકારે બીબીસી ડોક્યુમેન્ટરી દર્શાવવા પર જે પ્રતિબંધ લગાવ્યો છે તે નિર્ણયને આ અરજી દ્વારા પડકારવામાં આવ્યો છે. આ મામલે ભારતની સુપ્રીમ કોર્ટમાં આજે શુક્રવારે સુનાવણી થશે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, બીબીસીની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ પર પ્રતિબંધ લગાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય મનસ્વી અને ગેરબંધારણીય છે.

ભારત સરકારે ડોક્યુમેન્ટરી પર લગાવ્યો હતો પ્રતિબંધ

હાલમાં જ ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યૂટયૂબને બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ને બેન કરવાનો આદેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે આ બીબીસીની ડોક્યુમેન્ટરીને ‘દુષ્પ્રચાર સામગ્રી’ જાહેર કરી હતી અને કહ્યું હતું કે, તેમાં નિષ્પક્ષતાની અછત છે અને તે વસાહતી માનસિકતા પ્રતિબિંબિત કરે છે. આથી ભારત સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સંબંધિત છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.

ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ બાદ ઘણા રાજ્યોમાં થઈ હતી બબાલ

બીબીસીની વિવાદીત ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ને લઈને દેશના અલગ અલગ રાજ્યોમાં વિવાદ સર્જાવાની સાથે હોબાળો પણ મચ્યો હતો. ભારતના ઘણા રાજ્યોની યૂનિવર્સિટીઝમાં આ ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. તેને લઈને ઘણો વિરોધ પણ થયો હતો. 21 જાન્યુઆરીના રોજ સરકારે ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ની લિંક શેયર કરતા યૂટયૂબ વીડિયો અને ટ્વિર પોસ્ટને બ્લોગ કરવાના આદેશ આપ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati