લખીમપુર ખીરીની હિંસા માટે મંત્રીઓ સામે FIR કરવા અને CBI તપાસની કરાવવા સુપ્રીમ કોર્ટમાં પિટીશન

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલય અને પોલીસને લખીમપુર ખીરીની ઘટનામાં સંડોવાયેલા "મંત્રીઓને સજા" આપવા માટે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપવામાં આવે.

લખીમપુર ખીરીની હિંસા માટે મંત્રીઓ સામે FIR કરવા અને CBI તપાસની કરાવવા સુપ્રીમ કોર્ટમાં પિટીશન
Supreme Court (file photo)

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી કેસમાં FIR નોંધવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં એવી દાદ માંગવામા આવી છે કે, 3 ઓક્ટોબરે ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના વિરોધ દરમિયાન લખીમપુર ખીરીમાં બનેલી ઘટના સંદર્ભે એફઆઈઆર નોંધવા ગૃહ મંત્રાલય અને પોલીસને આદેશ આપવામાં આવે. જેમાં લખીમપુર ખીરીમાં બનેલી ઘટનામાં સામેલ પ્રધાનોને સજા થવી જોઈએ.

બે વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી પણ માંગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ થવી જોઈએ, જેમાં સીબીઆઈને પણ સામેલ કરવી જોઈએ.

લખીમપુર ખીરીના બે વખતના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ રવિવારે તેમના વતન ગામ બનબીરપુરમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની વિદાયનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અને આ પછી ફાટી નિકળેલી હિંસામાં કુલ આઠ લોકો, જેમાં ચાર ખેડૂતો સહિતના મોત નિપજ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાનો પુત્ર જે એસયુવીમાં સવાર હતો તેણે ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાં ચાર ખેડૂતોના મોત થયા. જો કે મિશ્રાએ આ આરોપને ફગાવી દીધો છે. બાદમાં વિફરેલા ટોળાએ કરેલા હુમલામાં અન્ય ચારના મોત થયા હતા.

આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સતત ભાજપ સરકાર પર આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન, કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હુડ્ડા, કુલદીપ વત્સ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 10 નેતાઓ સામે ફોજદારી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ (એસડીએમ) સીતાપુર પ્યારે લાલ મૌર્યએ મંગળવારે અહીં જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરના રોજ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત 10 નેતાઓ સામે સીઆરપીસીની કલમ 151, 107 અને 116 હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

SDM એ કહ્યું, ‘આ દૂર કરી શકાય તેવી કલમો છે, એકવાર અમને ખાતરી મળે કે તેમના દ્વારા શાંતિ ભંગ કરવામાં નહી આવે તો, આ કલમ દૂર કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી હજુ પણ પોલીસ કસ્ટડી છે. પ્રિયંકા તેના સાથી નેતાઓ સાથે મૃતક ખેડૂતોના સંબંધીઓને મળવા સોમવારે વહેલી સવારે લખીમપુર ખીરી જવા રવાના થઈ હતી, પરંતુ રસ્તામાં સીતાપુર ખાતે તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમેરિકા પ્રવાસની અપાર સફળતા પછી, પીએમ મોદી હવે યુરોપ જશે, જી -20 કોન્ફરન્સમાં ભાગ લેશે, જાણો કોણ કોણ થશે સામેલ

આ પણ વાંચોઃ થોમસ નામના ‘હેકર’ને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઠપ્પ થઈ ગયા, એફબીઆઈ ટૂંક સમયમાં ગુનેગારને પકડશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati