બીબીસીએ વડાપ્રધાન મોદી પર બનાવેલી ડોક્યૂમેન્ટ્રી છેલ્લા ઘણા સમયથી વિરોધનો સામનો કરી રહી છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે બીબીસીની વિવાદીત ડોક્યૂમેન્ટ્રી પર સરકાર દ્વારા લગવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. કાલે 3 ફેબ્રુઆરી( શુક્રવાર) ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની ખંડ પીઠ આ અરજી પર સુનવણી કરશે.
જણાવી દઈએ કે બીબીસીએ ભારતના વડાપ્રધાન મોદી પર બનાવેલી ગુજરાત રણખામની ડોક્યૂમેન્ટ્રીનો પહેલો એપિસોડ રિલીઝ થયાના થોડા જ સમયમાં સરકાર દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો. બીબીસીની ડોક્યૂમેન્ટ્રી પર લાગેલા બેન વિરુદ્ધા એન રામ, મહુઆ મોઈત્રા, પ્રશાંત ભૂષણ અને અધિવક્તા એમએલ શર્માએ અરજી દાખલ કરી છે.
આ અરજી દ્વારા કેન્દ્ર સરકારે બીબીસી ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રીનિંગ પર જે પ્રતિબંધ લગાવ્યો તે નિર્ણયને પડકાડવામાં આવ્યો છે. આ મામલે ભારતની સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે શુક્રવારે સુનાવણી થશે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ પર પ્રતિબંધ લગાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય મનસ્વી અને ગેરબંધારણીય છે.
હાલમાં જ ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યૂટયૂબને બીબીસીની વિવાદીત ડોક્યૂમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ને બેન કરવાનો આદેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે આ બીબીસીની ડોક્યૂમેન્ટ્રીને ‘દુષ્પ્રચાર સામગ્રી’ જાહેર કરી હતી અને કહ્યું હતું કે, તેમાં નિષ્પક્ષતાની અછત છે અને તે વસાહતી માનસિકતા પ્રતિબિંબિત કરે છે.
ભારત સરકારે ડોક્યૂમેન્ટ્રી પર લગાવ્યો હતો પ્રતિબંધ બીબીસીની વિવાદીત ડોક્યૂમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ થયેલા ગુજરાત રમખાણો સંબંધિત છે. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
બીબીસીની વિવાદીત ડોક્યૂમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ને લઈને દેશના અલગ અલગ રાજ્યોમાં બબાલો પણ થઈ છે. ભારતના ઘણા રાજ્યોની યૂનિવર્સિટીઝમાં આ ડોક્યૂમેન્ટ્રી ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. તેને લઈને ઘણો વિરોદ્ધ પણ થયો હતો. 21 જાન્યુઆરીના રોજ સરકારે ‘ઈન્ડિયા : ધ મોદી કેવ્શ્ચન’ની લિંક શેયર કરતા યૂટયૂબ વીડિયો અને ટ્વિર પોસ્ટને બ્લોગ કરવાના આદેશ આપ્યા હતા.