જમીનમાંથી નીકળ્યો ખજાનો, વ્યક્તિને મળી 300 વર્ષ જૂની 216 સોનાની મહોરો અને લોટો, જાણો કિંમત

મહારાષ્ટ્રના પૂણે નજીકના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ખોદકામ દરમિયાન એક શખ્સને 216 સોનાની મહોર મળી આવી હતી. પરંતુ વ્યક્તિએ આ સોનાના મહોરોને તંત્રથી છુપાવી હતી.

  • tv9 webdesk37
  • Published On - 12:21 PM, 12 Mar 2021
1/5
મહારાષ્ટ્રના પૂણે નજીકના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ખોદકામ દરમિયાન એક શખ્સને 216 સોનાની મહોર મળી આવી હતી. પરંતુ વ્યક્તિએ આ સોનાના મહોરોને તંત્રથી છુપાવી હતી. પરંતુ ગુપ્ત માહિતીના આધારે પિંપરી-ચિંચવડ ક્રાઈમ બ્રાંચ યુનિટ 2 ની ટીમે 300 વર્ષ જૂનાં 216 સોનાના મુહોરો અને 525 ગ્રામ વજનનો લોટો કબજે કર્યો હતો.
2/5
કહેવામાં આવી રહ્યું છે કે જમીનમાંથી મળેલા આ ખજાનાની કિંમત અમૂલ્ય છે. પિંપરી ચિંચવડ શહેરના ચિખલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમના પોલીસ જવાનને આ બાતમી મળી હતી. નહેરુ નગર વિસ્તારમાં રહેતા સદ્દામ સાલાર ખાન પઠાણ પાસે કેટલીક પ્રાચીન સોનાની મુહોરો હતી, જે તેમણે છુપાવી રાખી.
3/5
આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે સદ્દામ જ્યાં રહેતો હતો ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસને પૂછપરછ દરમિયાન સદ્દામે જણાવ્યું હતું કે તેનો ભાભી ઈરફાન અને સસરા મુબારક ત્રણ મહિના પહેલા કામના સંબંધમાં અહીં આવ્યા હતા. તે જ સમયે ચીખલી વિસ્તારમાં કામ દરમિયાન જમીનમાંથી લોટો મળી આવ્યો હતો. જેમાં સુવર્ણ મુહોરો હતી. તે આ મુહોરોને અન્યની નજરથી બચાવીને પોતાની બેગમાં રાખીને ઘરે લઇ ગયા. ઘરે જઈને જોયું કે તેમાં 216 સોનાની મુહોરો હતી.
4/5
આ કેસમાં પોલીસ કમિશનર કૃષ્ણા પ્રકાશે જણાવ્યું હતું કે આ મુહોરો ખૂબ પ્રાચીન છે. જે લગભગ 300 વર્ષ અથવા 1720 થી 1750 ની આસપાસની છે. જેના પર રાજા મોહમ્મદ શાહ એવું ઉર્દૂ અને અરબી ભાષામાં લખેલું છે. દરેક સોનાના મુહોરોનું વજન 10.8 ગ્રામ છે. હાલના સમય પ્રમાણે દરેક મુહોરની કિંમત 70 હજારની નજીકની છે.
5/5
પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ સુધી 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. લોટા સહિ‌ત સોનાની મુહોરો પણ મળી આવી છે અને તેઓને પુરાતત્ત્વ વિભાગના હવાલે કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.