બારામુલામાં અમિત શાહના વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર, કહ્યું ‘તેઓ કહેતા હતા પાકિસ્તાન સાથે વાત કરો, હું જનતા સાથે વાત કરવા ઈચ્છુ છું’

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સફાયો કરવા ઈચ્છે છે, જેથી કાશ્મીર ભારતનું સ્વર્ગ બની રહે. અમિત શાહે કહ્યું અમે જમ્મૂ કાશ્મીરને દેશની શાંતિપૂર્ણ જગ્યા બનાવી રાખવા ઈચ્છીએ છે.

બારામુલામાં અમિત શાહના વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર, કહ્યું 'તેઓ કહેતા હતા પાકિસ્તાન સાથે વાત કરો, હું જનતા સાથે વાત કરવા ઈચ્છુ છું'
Amit Shah
Image Credit source: PTI
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 05, 2022 | 5:02 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) જમ્મૂ કાશ્મીરના (Jammu Kashmir) 3 દિવસીય પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને બુધવારે પાકિસ્તાનની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાથી ઈનકાર કર્યો છે. તેમને કહ્યું મોદી સરકાર જમ્મૂ કાશ્મીરથી આંતકવાદનો સફાયો કરશે અને તેને દેશનું સૌથી શાંતિપૂર્ણ સ્થળ બનાવશે. અમિત શાહે બારામુલામાં એક રેલીને સંબોધિત કરતા સવાલ કર્યો કે શું આતંકવાદે ક્યારેય કોઈને પણ કોઈ ફાયદો પહોંચાડ્યો છે. તેમને કહ્યું 1990 બાદ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદે 42,000 લોકોના જીવ લીધા છે.

તેમને જમ્મૂ કાશ્મીરમાં કથિત રીતે વિકાસ ના થવા માટે અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સ), મુફ્તી (PDP) અને નેહરૂ-ગાંધી (કોંગ્રેસ) પરિવારોને જવાબદાર ગણાવ્યા કારણ કે 1947માં દેશની આઝાદી બાદ આ ત્રણ પક્ષોએ જ વધારે સમય તત્કાલીન રાજ્યમાં શાસન કર્યુ હતું. ગૃહપ્રધાને કહ્યું કે ઘણા લોકો અમને કહે છે કે અમારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. અમારે પાકિસ્તાન સાથે વાત કેમ કરવી જોઈએ? અમે કોઈ વાતચીત નહીં કરીએ. અમે બારામુલાના લોકો સાથે વાત કરીશું, અમે કાશ્મીરના લોકો સાથે વાત કરીશું.

જમ્મૂ કાશ્મીરને દેશની સૌથી શાંતિપૂર્ણ જગ્યા બનાવીશું

તેમને કહ્યું કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સફાયો કરવા ઈચ્છે છે, જેથી કાશ્મીર ભારતનું સ્વર્ગ બની રહે. અમિત શાહે કહ્યું અમે જમ્મૂ કાશ્મીરને દેશની શાંતિપૂર્ણ જગ્યા બનાવી રાખવા ઈચ્છીએ છે. ગૃહપ્રધાને કહ્યું કે ઘણા લોકો પાકિસ્તાન વિશે વાત કરે છે પણ તે જાણવા છે કે પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરના કેટલા ગામમાં વીજળી કનેક્શન છે.

3 પરિવારો પર કર્યા આકરા પ્રહાર

અમિત શાહે કહ્યું અમે છેલ્લા 3 વર્ષમાં સુનિશ્ચિત કર્યુ છે કે કાશ્મીરના તમામ ગામમાં વીજળી કનેક્શન હોય. 3 રાજકીય પરિવારનું નામ લઈ તેમની પર પ્રહાર કરતા ગૃહપ્રધાને આરોપ લગાવ્યો કે તેમનો શાસનકાળ કુશાસન અને ભ્રષ્ટાચારથી ભરેલો હતો અને તેમને વિકાસ કર્યો નથી. તેમને આરોપ લગાવ્યો કે મુફ્તી અને કંપની, અબ્દુલ્લા અને કોંગ્રેસે જમ્મૂ કાશ્મીરના લોકોના કલ્યાણ માટે કંઈ જ કર્યુ નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati