pegasus case: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, 10 દિવસમાં માગ્યો જવાબ

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા જવાબદાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે.

pegasus case: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ, 10 દિવસમાં માગ્યો જવાબ
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:32 PM

પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને નોટિસ (Notice) ફટકારી છે. કેન્દ્ર સરકારને નોટિસનો જવાબ 10 દિવસમાં આપવો પડશે. પેગાસસ જાસૂસી કેસમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ કરી હતી, જે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Solicitor General Tushar Mehta) કહ્યું હતું કે, “ગઈકાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામું (Affidavit)પૂરતું છે. પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ જાણવા માગે છે કે સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો છે કે નહીં. પરંતુ સામાન્ય રીતે સરકાર આવા સોફ્ટવેરનો ઉપયોગ કરતી નથી અને તે સુપ્રીમ કોર્ટથી કંઈ છુપાવતી નથી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા જવાબદાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે કોર્ટને એવી પણ વિનંતી કરી કે મીડિયા રિપોર્ટના આધારે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી આવી અરજીઓને વધુ સનસનાટીભરી ન બનાવવી જોઈએ.

બીજી બાજુ, તુષાર મહેતાના શબ્દોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અરજીઓની માંગ પર નથી જઈ રહ્યા. અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દામાં પણ જતા નથી. અહીં મુદ્દો એ છે કે શું પેગાસસનો વ્યક્તિગત ઉપયોગ થયો છે. અમે તમારા ઇરાદા પર શંકા નથી કરતા. અમે આ મામલે તમને નોટિસ આપી રહ્યા છીએ અને સરકાર અને સંબંધિત એજન્સીએ આ અંગે જવાબ આપવો જોઈએ.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે થાય છે તુષારે કહ્યું કે ઘણા દેશોમાં આવા સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે થાય છે. કોર્ટે નિષ્ણાતોની સમિતિનો અહેવાલ જોવો જોઈએ. તે પછી તમે જે ઇચ્છો તે નિર્ણય લો. સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર એક સમિતિ બનાવી રહી છે, સમિતિએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો જોઈએ. CJI (Chief Justice of India) એ કહ્યું કે અમે આ મામલે નોટિસ આપવાનું વિચારી રહ્યા છીએ, પછી અમે નક્કી કરીશું કે સમિતિ બનાવવી કે બીજું કંઇક કરવું, જો તમારે કંઇક કરવું હોય તો તમે કરી શકો, અમે તમારી સમિતિની વિરુદ્ધમાં નથી.

CJI (Chief Justice of India) એ કહ્યું કે અમે અત્યારે પ્રાથમિક તબક્કે છીએ, આપણે વિચારવાની જરૂર છે કે આ બાબતને કેવી રીતે આગળ વધારવી. હાલમાં અમે નોટિસ આપી રહ્યા છીએ. આ નોટિસના ભાગરૂપે કેન્દ્ર સરકારે દસ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે.

પેગાસસ શું છે પેગાસસ એક સોફ્ટવેર છે જે સંબંધિત ફોન પર દરેક ઇનકમિંગ કોલની વિગતો એકત્રિત કરવામાં સક્ષમ છે. ફોનમાં રહેલી મીડિયા ફાઇલો અને દસ્તાવેજો ઉપરાંત, જે તે નંબરના ફોન ઉપર આવતા એસએમએસ, ઇમેઇલ અને સોશિયલ મીડિયાના મેસેજ વિશે પણ માહિતી આપી શકે છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">