બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે હોસ્પિટલોમાં લગાવવામાં આવશે પેડિયાટ્રિક ICU: મનસુખ માંડવિયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્રએ તાત્કાલિક કોરોના પેકેજ-2 હેઠળ કેરળને 267.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રાજ્યના સ્વાસ્થ્ય ઢાંચાને મજબૂત કરશે.

બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે હોસ્પિટલોમાં લગાવવામાં આવશે પેડિયાટ્રિક ICU: મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandaviya

કેરળમાં સતત કોરોના (Corona Virus)ના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન (CM Pinarayi Vijayan) અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જ (Veena George)ની સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ સમીક્ષા બેઠક કરી. તાજેત્તરમાં જ વધતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમે રાજ્યનો પ્રવાસ પણ કર્યો હતો.

 

 

સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્ર ઉત્કૃષ્ટતા કેન્દ્રનું નિર્માણ સુનિશ્ચિત કરશે. જે કેરળના દરેક જિલ્લામાં ટેલીમેડિસિન સુવિધાઓને પૂરૂ કરે છે. બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે જિલ્લા હોસ્પિટલોમાં 10 કિલો લીટર લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કની સુવિધાની સાથે બાળ ચિકિત્સા આઈસીયુ સ્થાપિત કરવામાં આવશે.

 

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્રએ તાત્કાલિક કોરોના પેકેજ-2 હેઠળ કેરળને 267.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રાજ્યના સ્વાસ્થ્ય ઢાંચાને મજબૂત કરશે. તે સિવાય કેરળના દરેક જિલ્લાને મેડિસિન પૂલ બનાવવા માટે 1 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

 

કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ

કેરળમાં સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. 15 ઓગસ્ટે રાજ્યમાં 19,451 લોકો કોરોના પોઝિટીવ આવ્યા. ત્યારે 105 લોકોના મોત બાદ રાજ્યમાં કુલ મૃત્યુનો આંકડો 18,499 થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 36,51,089 થઈ ગઈ છે. કેરળમાં પોઝિટીવિટી રેટ ફરી વખત 15 ટકાની પાર પહોંચી ગયો છે.

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ મુજબ નવા કેસોની ઓળખ 1,22,970 સેમ્પલની તપાસમાં કરવામાં આવી. જેમાં સંક્રમણ દર 15.11 ટકા નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સંક્રમણના કુલ નવા કેસોના લગભગ 50 ટકા કેસ કેરળમાંથી નોંધાયા છે.

 

 

આ પણ વાંચો: Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી

 

આ પણ વાંચો: નાણામંત્રી નિર્મલા સીતારમણ 25 ઓગસ્ટે પબ્લીક સેક્ટરની બેન્કોના પ્રમુખોને મળશે, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati