પંજાબઃ પઠાણકોટ સૈન્ય છાવણીની બહાર ગ્રેનેડ હુમલો, સમગ્ર જિલ્લામાં એલર્ટ, સુરક્ષા એજન્સીએ હાથ ધરી તલસ્પર્શી તપાસ

ગઈકાલ રવિવારની મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા હતા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

પંજાબઃ પઠાણકોટ સૈન્ય છાવણીની બહાર ગ્રેનેડ હુમલો, સમગ્ર જિલ્લામાં એલર્ટ, સુરક્ષા એજન્સીએ હાથ ધરી તલસ્પર્શી તપાસ
Pathankot Triveni Gate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 7:50 AM

Pathankot : પંજાબના પઠાણકોટ (Pathankot) શહેરના લશ્કરી વિસ્તાર ત્રિવેણી ગેટ (Triveni Gate) પાસે ગઈકાલે મોડી રાત્રે લગભગ એક વાગ્યે અજાણ્યા બાઇક સવારોએ ગ્રેનેડ વડે હુમલો (Grenade attack) કર્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ પોલીસે (Punjab Police) સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે. પઠાણકોટના એસએસપી સુરિન્દર લાંબા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. સૈન્ય વિસ્તારની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાંથી (CCTV camera) કડીઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

મીડિયા રિપોર્ટ માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે પઠાણકોટના કાથવાલા પુલથી ધીરા તરફ જઈ રહેલા સેનાના ત્રિવેણી ગેટ પર મોટરસાઈકલ સવારોએ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. જોકે, ગેટ પર ફરજ પરના જવાન થોડા અંતરે દૂર હતા. જેથી બોમ્બ ઘડાકાથી કોઈને ઈજા થઈ ન હતી. સૈન્ય અધિકારીઓ પણ એ કહી શકતા નથી કે ગ્રેનેડ ફેંકનારા બાઇક સવારો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.

વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પઠાણકોટના એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પંજાબ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં આવવા જવાના દરેક નાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો મોટર સાઇકલ પર આવ્યા હતા અને સેનાના ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંક્યો. બાઇક પર કેટલા લોકો હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા તે અંગે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી. સૈન્ય છાવણીની આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે આગળની તપાસ કરવામાં આવશે. હાલ શહેરમાં પ્રવેશવાના તમામ નાકા સહીત મહત્વના તમામ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Kisan Mahapanchayat: આજે કિસાન મહાપંચાયતની બેઠક, કૃષિ કાયદા પરત લેવા 24 તારીખે લાગશે મહોર, ખેડૂતોએ કહ્યું- બાકીના મુદ્દાઓ ઉકેલો, અમે જતા જઈશું

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : ઇંધણના ભાવ વધારા ઉપર લાગી બ્રેક પણ કિંમતોમાં વધુ રાહત મળશે? જાણો આજના પેટ્રોલ – ડીઝલમાં લેટેસ્ટ રેટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">