શિક્ષક ભરતી કૌભાંડ: પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, 3 ઓગસ્ટે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ED કસ્ટડી વધુ બે દિવસ લંબાવવામાં આવી હતી. અગાઉ તેની ED કસ્ટડી માત્ર 3 ઓગસ્ટ સુધી હતી, બાદમાં કોર્ટે તેને 5 ઓગસ્ટ સુધી લંબાવી હતી.

શિક્ષક ભરતી કૌભાંડ: પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:46 PM

શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી (Partha Chatterjee) અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીને ED દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી પછી, કોર્ટે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 18 ઓગસ્ટ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે પાર્થના જીવને કોઈ ખતરો નથી. તે જ સમયે, અર્પિતા મુખર્જીનો જીવ જોખમમાં છે. તમને જણાવી દઈએ કે, 3 ઓગસ્ટે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ED કસ્ટડી વધુ બે દિવસ લંબાવવામાં આવી હતી. અગાઉ તેની ED કસ્ટડી માત્ર 3 ઓગસ્ટ સુધી હતી, બાદમાં કોર્ટે તેને 5 ઓગસ્ટ સુધી લંબાવી હતી.

કોર્ટમાં અર્પિતા મુખર્જીના વકીલે કહ્યું કે તેના જીવને ખતરો છે. અમે તેમના માટે ડિવિઝન-1 કેદીની શ્રેણી ઈચ્છીએ છીએ. તેમના ખોરાક અને પાણીની પહેલા તપાસ કરવી જોઈએ અને પછી તેમને આપવામાં આવે. EDના વકીલે પણ કહ્યું કે અર્પિતાના જીવને ખતરો છે. તેમની સાથે ચારથી વધુ કેદીઓને રાખી શકાય નહીં.

શું ઈડી અને સીબીઆઈ કોઈ સાક્ષી રજૂ કરી શકશે?

બીજી તરફ પાર્થ ચેટર્જીના વકીલે EDના આરોપો અંગે કોર્ટમાં કહ્યું “કોઈ વ્યક્તિએ આગળ આવીને કહ્યું નથી કે પાર્થે લાંચ માંગી હતી. ન તો સીબીઆઈ કેસમાં અને ન તો ઈડી કેસમાં. શું ED અને CBI કોઈ સાક્ષી બતાવશે કે પાર્થે લાંચ માંગી છે? પાર્થ ચેટર્જી ગુના સાથે સંકળાયેલા નથી. સીબીઆઈ દ્વારા લગાવવામાં આવેલ આરોપ વ્યાજબી નથી.”

પાર્થ ચેટર્જીના વકીલે કહ્યું “જ્યારે EDએ આ કેસમાં 22 જુલાઈએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે કંઈપણ મળ્યું ન હતું. જો તમે એવા વ્યક્તિને પૂછવાનો પ્રયત્ન કરો કે જે ગુનામાં સામેલ નથી તો તે સ્પષ્ટપણે સહકાર આપશે નહીં. પાર્થના વકીલે આ વાત એટલા માટે કહી કારણ કે EDનું કહેવું છે કે પાર્થ તપાસમાં સહકાર નથી આપી રહ્યો.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">