Parliament Updates: ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ લોકસભામાં પાસ, મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનો પ્રસ્તાવ

રાજ્યસભાના 12 સભ્યોના સસ્પેન્શનના મુદ્દાને ઉકેલવા માટે સરકાર દ્વારા ચાર પક્ષોના નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણને વિરોધ પક્ષોએ ફગાવી દીધું છે. કેન્દ્ર સરકારે સસ્પેન્શન મુદ્દે સોમવારે સવારે 10 વાગે બેઠક બોલાવી હતી.

Parliament Updates: ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ લોકસભામાં પાસ, મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનો પ્રસ્તાવ
Parliament (File)
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Dec 20, 2021 | 3:20 PM

Parliament Updates: સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) ના છેલ્લા સપ્તાહના પહેલા દિવસે કેન્દ્ર સરકારે લોકસભામાં ચૂંટણી સુધારા સંબંધિત બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષના હોબાળા વચ્ચે નીચલા ગૃહમાં ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ 2021 (Election Act (Amendment) Bill 2021) રજૂ કર્યું. જો કે ત્યાર બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ બિલ હેઠળ મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાન અટકાવવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. 

આ સિવાય કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લખીમપુર ખેરી હિંસા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગણી સાથે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ નોટિસ આપી છે. આ મુદ્દે વિપક્ષી દળોના હોબાળાને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સરકાર માટે બિલ પર ચર્ચા કરવી અને પસાર કરવું પડકારજનક રહેશે. સંસદનું વર્તમાન શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલશે અને હવે કુલ ચાર બેઠકો યોજાવાની છે.

લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભામાં હોબાળા વચ્ચે ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ, 2021 રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદોએ આ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો. બિલ રજૂ થતાં જ ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

રાહુલ ગાંધીએ લદ્દાખ મુદ્દે ચર્ચાની માગ કરી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ લદ્દાખનો મુદ્દો ઉઠાવવા માંગે છે. “હું આ વાતને પુનરાવર્તિત કરવા માંગુ છું અને લદ્દાખના લોકોને કહેવા માંગુ છું કે તેઓને તેમનો હક મળશે,” તેમણે કહ્યું. રાહુલ ગાંધીએ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. 

કોંગ્રેસ અને અન્ય પક્ષો ચૂંટણી સુધારા સંબંધિત બિલની રજૂઆતનો વિરોધ કર્યો

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં ચૂંટણી સુધારા સંબંધિત બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ લોકસભામાં ચૂંટણી અધિનિયમ (સુધારા) બિલ, 2021 રજૂ કરવાના છે. આ બિલ દ્વારા મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાન અટકાવવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati