Parliament LIVE : જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે : અમિત શાહ

| Updated on: Feb 13, 2021 | 3:18 PM

Parliament LIVE : JDU-TRSએ જમ્મુ-કાશ્મીર પુન:ગઠન સુધારણા બિલને ટેકો આપ્યો, ચર્ચા ચાલુ

Parliament LIVE :  જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે : અમિત શાહ

Parliament LIVE : આજે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ અંગેની ચર્ચા પર જવાબ આપ્યો. આ અંગે ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે સમાપ્ત થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પુર્નરચના બિલ અંગે સદનમાં ચર્ચા થઇ. જેમાં વિપક્ષ પર ગૃહપ્રધાન અમિત શાહ વરસ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2021 03:15 PM (IST)

    17 મહિનાનો હિસાબ માંગતા પહેલા 70 વર્ષનો તમે હિસાબ આપો : અમિત શાહ

    ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “કલમ 370 કોના દબાણ હેઠળ આટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો ? તમે 17 મહિનામાં હિસાબ માગો છો, જ્યારે કામચલાઉ કલમ 370, 70 વર્ષ ચાલે ત્યારે તમે શા માટે હિસાબ માગતા નથી ?

  • 13 Feb 2021 03:07 PM (IST)

    ચાર પેઢીઓએ જે કામ ન કર્યું તે અમે દોઢ વર્ષમાં કર્યું : અમિત શાહ

    ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાં ચાર પેઢી દ્વારા જે કામ નથી કરવામાં આવ્યા તે કામ અમે દોઢ વર્ષમાં પૂર્ણ કર્યા છે.

  • 13 Feb 2021 03:04 PM (IST)

    2022 પહેલાં 25 હજાર બેરોજગારોને નોકરી અપાશે: અમિત શાહ

    ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે અને અત્યાર સુધીમાં 28 યોજનાઓ પૂર્ણ થઈ છે. સાથે એમ પણ કહ્યું હતું કે 2022 પહેલા જમ્મુ-કાશ્મીરના બેરોજગારોને 25 હજાર નોકરી આપવામાં આવશે.

  • 13 Feb 2021 03:02 PM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે: અમિત શાહ

    ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અમારી પ્રાથમિકતા છે અને તે આપણા હૃદયમાં છે. તે જ સમયે, વોટ બેંકની રાજનીતિને કારણે, કાશ્મીરમાં કલમ 370 ચાલુ રહી.

  • 13 Feb 2021 02:49 PM (IST)

    કોના દબાણ હેઠળ કલમ 370 આટલા લાંબા સમય સુધી ચાલુ રહી: અમિત શાહ

    લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે પૂછ્યું કે આટલા લાંબા સમય સુધી કલમ 370 કોના દબાણ હેઠળ ચાલે છે ? તમે 17 મહિનાનો હિસાબ માગો છો, જ્યારે કામચલાઉ કલમ 370, 70 વર્ષ ચાલે ત્યારે તમે શા માટે પૂછ્યું નહીં? કામચલાઉ જોગવાઈને ઉથલાવી નાંખી કારણ કે મત બેંકની રાજનીતિ કરવી હતી.

  • 13 Feb 2021 02:42 PM (IST)

    જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે: અમિત શાહ

    ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બિલ (જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ, 2021) નો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા સાથે કંઈ લેવાદેવા નથી, જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

  • 13 Feb 2021 02:41 PM (IST)

    કાશ્મીરમાં અત્યાર સુધીમાં ફક્ત 3 પરિવારોએ શાસન કર્યું, તેથી કલમ 370 મામલે મુશ્કેલી: અમિત શાહ

    ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં અત્યાર સુધીમાં ફક્ત 3 જ લોકોના પરિવાર શાસન કરી રહ્યા છે. અને તેથી તેઓને 370 લાગુ કરવા મામલે મુશ્કેલી પડી છે. અમિત શાહે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં પંચાયતી રાજની સ્થાપના કરી. ચૂંટણીમાં ગડબડ થઇ હોવાનો કોઈ પણ આરોપ લગાવી શકશે નહીં. જમ્મુ કાશ્મીરના તમામ લોકો ભારત માતાના સંતાનો છે. અહીંનો રાજા હવે રાણીના પેટમાંથી જન્મશે નહીં, પરંતુ તે મત દ્વારા ચૂંટીને આવશે.

  • 13 Feb 2021 02:34 PM (IST)

    સૌ પ્રથમ પોતાના પર નજર કરો અને જુઓ કે અમે જવાબદાર છીએ કે નહીં: અમિત શાહ

    શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્રચના સુધારણા બિલ અંગે લોકસભામાં કહ્યું હતું કે, જેમને પેઢીઓ સુધી શાસન કરવાની તક આપવામાં આવી છે. તેઓની ગરીબી તરફ ધ્યાન આપો અને જુઓ કે આપણે હિસાબ માંગવા માટે સક્ષમ છીએ કે નહીં.

  • 13 Feb 2021 02:21 PM (IST)

    લોકસભામાં અમિત શાહનો વિપક્ષને સણસણતો સવાલ, તમે 70 વર્ષ શું કર્યું ?

    શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારણા બિલ અંગે લોકસભામાં કહ્યું કે વિપક્ષ અમારી પાસે કલમ 370 વિશે 17 મહિનાથી જવાબ માંગી રહ્યાં છે. તો મારો સવાલ છેકે તમે 70 વર્ષના શાસનમાં શું કર્યું ?

Published On - Feb 13,2021 3:17 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">