પંજાબથી હરિયાણા, દિલ્હી સુધી ખેડૂત માર્ચ પર બબાલ, વાંચો 10 મોટા અપડેટ

ખેતી પર બનાવવામાં આવેલા કાયદાને લઈને ઉતર ભારતમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે, જો કે તેમને બોર્ડર પર જ રોકવા માટેની તૈયારીઓ કરી છે. પ્રદર્શન દરમિયાન અંબાલા-પટીયાલા બોર્ડર પર હાલત તણાવ ભરેલી થઇ ગઈ છે, ખેડૂતો અને પોલીસ વચ્ચે જે રીતે તણાવ થયો તે વચ્ચે […]

પંજાબથી હરિયાણા, દિલ્હી સુધી ખેડૂત માર્ચ પર બબાલ, વાંચો 10 મોટા અપડેટ
Pinak Shukla

|

Nov 26, 2020 | 1:38 PM

ખેતી પર બનાવવામાં આવેલા કાયદાને લઈને ઉતર ભારતમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે, જો કે તેમને બોર્ડર પર જ રોકવા માટેની તૈયારીઓ કરી છે. પ્રદર્શન દરમિયાન અંબાલા-પટીયાલા બોર્ડર પર હાલત તણાવ ભરેલી થઇ ગઈ છે, ખેડૂતો અને પોલીસ વચ્ચે જે રીતે તણાવ થયો તે વચ્ચે રાજકીય પાર્ટીઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રદર્શન પર કયા મોટા અપડેટ છે તેના પર એક નજર

  1. પંજાબથી દિલ્હી આવી રહેલા ખેડૂતોને હરિયાણા બોર્ડર પર જ રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાલા-પટિયાલા બોર્ડર પર પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા, જેમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો.
  2. ખેડૂતોની ભીડને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો, પાણીના ફુવારા પણ માર્યા તો સાથે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ સિવાય પોલીસે બોર્ડર પર બેરીકેટ અને ટ્રક ઉભા રાખી દઈને પણ તેમને રોક્વાની કોશિશ કરી છે.
  3. જોકે પોલીસની કોઈ પણ પ્રકારની કોશિશ કામ નથી કરી, ખેડૂતોએ બેરીકેટને નદીમાં નાખી દીધી હતી. ઉભી કરવામાં આવેલા ટ્રકના કાચ તોડી નાખીને ટ્રેક્ટર પર બેસીને હરિયાણામાં ઘુસી ગયા હતા. ખેડૂતો પર હવે રેપીડ એક્શન ફોર્સને પણ લાવવામાં આવી છે.
  4. હરિયાણા પંજાબના શંભુ બોર્ડર પર પોલીસે લાઉડ સ્પીકર લગાવ્યા છે અને ખેડૂતોને પાછા જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જો કે ખેડૂતો પર તેની કોઈ અસર જોવા નથી મળી રહી
  5. પંજાબ હરિયાણા બોર્ડર સિવાય બીજા કેટલાક ભાગમાં પણ મોટી સંખ્યામાં સુરક્ષાદળના જવાનો ખડકી દેવામાં આવ્યા છે. રોહતક અને ઝજ્જર બોર્ડર પર બેરીકેડીંગ કરી છે કે જેથી કરીને ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધવાથી રોકી શકાય
  6. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ખેડૂતો પર લાઠીચાર્જ, પાણી ફેંકવાની ઘટનાનો વિરોધ કર્યો છે. તેમને કહ્યું હતું કે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો હક્ક છે.
  7. કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પરેશાન થઇ રહેલા ખેડૂતો પર લેવાઈ રહેલા એક્શન સામે વિરોધ વ્યક્ત કર્યું હતું. તેમને ટ્વીટ કરીને લખ્યું કે ખેડૂતોનો અવાજ સાંભળવાના બદલે ભાજપ સરકાર તેમના પર ઠંડુ પાણી નાખી રહી છે.
  8. પોલીસ તરફથી દિલ્હી-હરિયાણા બોર્ડર પર મોટી તૈયારી કરવામાં આવી છે. ગુરુગ્રામ પાસે મોટી સંખ્યામાં પોલીસદળ મૂકી દેવામાં આવ્યું છે. આ જગ્યા પર ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે કે જેથી કરીને ખેડૂતો આગળ ન વધે.
  9. ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની અસર દિલ્હી મેટ્રો પર પણ પડી છે. દિલ્હીથી ગુરુગ્રામ, દિલ્હીથી નોએડા ચાલવાવાળી મેટ્રો સર્વિસને બપોર સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય કેટલાક ખાસ રૂટ પર મેટ્રોની ટાઈમિંગ ફેરવી નાખવામાં આવ્યા છે.
  10. ખેડૂતોના પ્રદર્શનમાં પંજાબના આશરે 30 ખેડૂત યુનિયન સામેલ છે. એ સિવાય હરિયાણા, પશ્ચિમ યુપીના કેટલાક ખેડૂત સંગઠનો પણ આમાં સામેલ થયા છે. ખેડૂતોની માગ છે કે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા કાયદામાં બદલાવ કરવામાં આવે, MSPને સામેલ કરવામાં આવે અને બજારને લઈને સ્થિતિ સાફ કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati