Corona effect : મધ્યપ્રદેશમાં પંચાયતની ચૂંટણી નહીં થાય, શિવરાજ કેબિનેટે રાજ્યપાલને મોકલ્યો પ્રસ્તાવ

ગયા મહિને, મધ્યપ્રદેશ સરકારે વટહુકમ પસાર કરીને પંચાયત ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં કમલનાથ સરકારનું સીમાંકન રદ કરવામાં આવ્યું હતું. આ પછી 4 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચે, પંચાયત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

Corona effect : મધ્યપ્રદેશમાં પંચાયતની ચૂંટણી નહીં થાય, શિવરાજ કેબિનેટે રાજ્યપાલને મોકલ્યો પ્રસ્તાવ
Shivraj Chauhan, Chief Minister of Madhya Pradesh ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 4:15 PM

મધ્યપ્રદેશમાં પંચાયતની ચૂંટણી હવે સ્થગિત ( Madhya Pradesh Panchayat elections postponed )કરવામાં આવશે. શિવરાજ સરકારની કેબિનેટ બેઠકમાં (Cabinet meeting of Shivraj government) આજે અગાઉ પસાર કરાયેલ વટહુકમ (Ordinance) પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને તેને મંજૂરી માટે રાજ્યપાલને (Governor) મોકલવામાં આવી રહ્યો છે. આ પછી રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission), પંચાયતની ચૂંટણીઓ રદ કરવાનો નિર્ણય લેશે. પંચાયતની ચૂંટણી સ્થગિત (Panchayat elections postponed) થવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે ઈન્દોરમાં ઓમિક્રોનના (Omicron) 8 કેસ નોંધાયા છે. જેના કારણે શિવરાજ સરકાર એલર્ટ થઈ ગઈ છે.

મધ્યપ્રદેશમાં પંચાયતની ચૂંટણીઓ અંગે, ગયા મહિને, રાજ્ય સરકારે વટહુકમ પસાર કરીને પંચાયત ચૂંટણી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં કમલનાથ સરકારનું સીમાંકન રદ કરવામાં આવ્યું હતું. આ પછી 4 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચે, પંચાયત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ત્રણ તબક્કામાં પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વટહુકમ પાછો ખેંચવાનો પ્રસ્તાવ રાજ્યપાલને મોકલાયો રવિવારે મળેલી કેબિનેટની બેઠકમાં, નવેમ્બર મહિનામાં વિધાનસભામાં વટહુકમ પસાર ન થઈ શકતા વટહુકમ પરત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પંચાયત મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ આ અંગેનો પ્રસ્તાવ મૂક્યો અને કેબિનેટે તેને પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલી દીધો. આ સાથે પંચાયતની ચૂંટણીઓ રદ થવાની પૂરી શક્યતાઓ છે અને રાજ્યપાલની વટહુકમ પરત ખેંચવાની દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ, મધ્યપ્રદેશમાં પંચાયતોની ચૂંટણી રદ કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે લેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સીમાંકન અને પરિભ્રમણ મુદ્દે કોંગ્રેસે ખખડાવ્યા હતા કોર્ટના દ્વાર કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય અને વકીલ વિવેક તંખા, પીસીસીના મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ સૈયદ જાફરે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. કોર્ટમાંથી અનેક સુનાવણીમાં તેમને રાહત મળી ન હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે OBC અનામતના મામલે મહારાષ્ટ્રના નિર્ણયને ટાંકીને રાજ્ય ચૂંટણી પંચને ચૂંટણી કરાવવાનો નિર્ણય આપ્યો હતો. આના કારણે OBC અનામત વિના પંચાયતની ચૂંટણીઓ યોજવાની સ્થિતિ સર્જાઈ હતી અને પછી રાજ્ય ચૂંટણી પંચે OBC પોસ્ટ્સ સિવાય ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખી હતી.

પંચાયતની ચૂંટણી ન યોજવાની ભૂમિકા પહેલેથી જ કરાઈ હતી ઓબીસી અનામત વિના પંચાયત ચૂંટણીના વિરોધમાં ભાજપના નેતાઓ જ ઉતરી આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનું પણ મોટું નિવેદન આવ્યું હતુ. આ પછી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કોરોના અને ઓમિક્રોનના ત્રીજી લહેરની આશંકાથી પંચાયત ચૂંટણી નહીં કરાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ પણ આવા જ સંકેત આપ્યા હતા. આ રીતે છેલ્લા ઘણા સમયથી પંચાયતની ચૂંટણી ન યોજવાની ભૂમિકા ભજવવામાં આવી રહી હતી. આજે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Maharashtra: મહારાષ્ટ્રમાં 95 ટકા ઓમિક્રોન દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, 60 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા નથી

આ પણ વાંચોઃ

યુપીમાં હવે દાદા નહી હનુમાનદાદા છે, ભાજપ આ વખતે 300 બેઠકો મેળવશેઃ અમિત શાહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">