VIDEO: સીઝફાયર કરવું પડ્યું ભારે, ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ કરી તબાહ
પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવી રહેલી ગોળીબારી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવાની સાથે જ ઘણા પાકિસ્તાન રેન્જર્સને પણ તોડી પાડ્યા છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને […]
પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવી રહેલી ગોળીબારી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવાની સાથે જ ઘણા પાકિસ્તાન રેન્જર્સને પણ તોડી પાડ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એક વખત ફરી પાકિસ્તાની સેનાને મોંઘું પડ્યું છે. ભારતીય સેનાએ જવાબ આપતાં પાકિસ્તાની સેનાની ચોકીઓ તબાહ કરી દીધી છે. તેની સાથે જ ભારતીય સેનાએ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું.
આ પહેલા બુધવારે જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાને મોર્ટારનો મારો ચલાવ્યો અને ગોળીબારી પણ કરી. પાકિસ્તાની સેનાની આ હરકતના કારણે ભારતીય સેનાનો એક સુબેદાર શહીદ થઈ ગયો. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ તબાહ કરી દેવામાં આવી. તેની સાથે જ પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે તેમના 2 સૈનિક POKમાં માર્યા ગયા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો