ભારતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 24 હજાર પોઝિટિવ કેસ

ભારતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 24 હજાર પોઝિટિવ કેસ
તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતા કોરોનાના કેસના આંકડાઓ પ્રતિદિવસ કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સરકારે માહિતી આપી તે મુજબ કોરોના વાઈરસના 24,850 નવા કેસ નોંધાયા છે. આ અત્યારસુધીમાં એક દિવસમાં […]

TV9 WebDesk8

| Edited By: Kunjan Shukal

Sep 25, 2020 | 6:49 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતા કોરોનાના કેસના આંકડાઓ પ્રતિદિવસ કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સરકારે માહિતી આપી તે મુજબ કોરોના વાઈરસના 24,850 નવા કેસ નોંધાયા છે. આ અત્યારસુધીમાં એક દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસમાં નવો રેકોર્ડ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

coronavirusover-24000-covid-19-cases-in-india-in-24-hours-for-first-time-india-death-number-world-pandemic-hot-spots-covid-19-outbreakઆ પણ વાંચો :   દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોવિડ સેન્ટર શરૂ, ઉપરાજ્યપાલે કર્યુ ઉદ્ઘાટન

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,73,165 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 613 લોકોના મોત થયા છે. જો કે રાહતની વાત એ પણ છે કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી 4,09,083 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં છે. જ્યારે કોરોના વાઈરસના લીધે દેશમાં કુલ મોતની સંખ્યા 19,268 થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના ટેસ્ટ માટે દેશમાં 1,087 ટેસ્ટિંગ લેબ કાર્યરત છે 

India’s first mobile lab forpromote last mile testing access in rural India.

દેશમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં આક્રમકતાથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં 1087 લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ લેબમાં 780 સરકારી લેબ છે જ્યારે 307 ખાનગી લેબ છે. પ્રતિદિવસ જે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે તેની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળો કરે છે અને શનિવારના રોજ 7,074 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આમ ફક્ત મહારાષ્ટ્રમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2 લાખના આંકને પાર પહોંચી ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati