Cyber fraud : એક ભેજાબાજે વોટ્સએપ પરના ડીપીમાં IAS ટીના ડાબીનો ફોટો મુકીને મેસેજ કરી માંગ્યા ગિફ્ટ કાર્ડ

ટીના ડાબીનો ફોટો વોટ્સએપના ડીપી પર મૂકીને અધિકારીઓને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Cyber fraud : એક ભેજાબાજે વોટ્સએપ પરના ડીપીમાં IAS ટીના ડાબીનો ફોટો મુકીને મેસેજ કરી માંગ્યા ગિફ્ટ કાર્ડ
Tina Dabi, IAS
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 09, 2022 | 3:10 PM

રાજસ્થાનના જેસલમેર (Jaisalmer) જિલ્લાના કલેક્ટર ટીના ડાબીના (Collector Tina Dabi) નામે એક વ્યક્તિએ સાયબર ફ્રોડ (Cyber fraud) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ IAS અધિકારીની તસવીર ડીપી વોટ્સએપ પર મૂકી અને પછી સરકારી અધિકારીને છેતરવાનો પ્રયાસ કર્યો. તેણે વોટ્સએપ મેસેજ કરીને ઓફિસર પાસેથી એમેઝોન ગિફ્ટ કાર્ડ માંગ્યું. જ્યારે, મામલાની માહિતી મળ્યા પછી, ટીના ડાબીએ તરત જ જેસલમેર એસપીને જાણ કરી અને પોલીસને ઠગનો નંબર પણ આપ્યો. પોલીસે તત્પરતા દાખવતા ટીના ડાબી બનીને લોકોને છતરવા નિકળેલા ભેજાબાજ આરોપીની ડુંગરપુરથી ધરપકડ પણ કરી છે.

વાસ્તવમાં ટીના ડાબીની ફરિયાદ બાદ એસપી જેસલમેરએ સાયબર ટીમની મદદથી છેતરપિંડીનો પ્રયાસ કરનાર વ્યક્તિનો નંબર શોધી કાઢ્યો હતો. ટીમને ખબર પડી કે આરોપીનો આ નંબર ડુંગરપુરનો છે. આ પછી એસપી જેસલમેરએ ડુંગરપુરના એસપીને મામલાની જાણકારી આપી અને પછી પોલીસે જલદી જ આરોપીની ધરપકડ કરી લીધી. આરોપી યુવકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, UIT સેક્રેટરી સુનીતા ચૌધરીને WhatsApp પર એક મેસેજ મળ્યો, જેમાં તેમને Amazonનું ગિફ્ટ કાર્ડ માંગવામાં આવ્યું. આ નંબર ભલે નવો હતો પણ ટીના ડાબીનો ફોટો ડીપી તરીકે હતો. આ જ કારણ હતું કે તેણે તેનો જવાબ પણ આપ્યો. સુનીતા ચૌધરીએ જણાવ્યું કે ટીના ડાબી તરફથી અંગ્રેજીમાં મેસેજ મોકલવામાં આવ્યો હતો અને ગિફ્ટ કાર્ડની માંગણી કરવામાં આવી હતી. તેણે કહ્યું કે હું એમેઝોનનો ઉપયોગ કરતી નથી, તેથી મેં સીધો મેડમનો સંપર્ક કર્યો. ત્યારે તેણે મને કહ્યું કે આવો કોઈ મેસેજ તેને મોકલવામાં આવ્યો નથી. સુનીતા ચૌધરીએ કહ્યું કે મેડમના ખુલાસા પછી મને ખબર પડી કે મારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટીના ડાબીએ પણ મામલાની માહિતી મળતા જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્પરતા દાખવતા આરોપી યુવકની પણ ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે હજુ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી યુવકે આ મેસેજ શા માટે મોકલ્યો અને UIT સેક્રેટરીનો નંબર તેની પાસે કેવી રીતે આવ્યો ? બીજી તરફ ટીના ડાબીએ બધાને ચેતવણી આપી છે કે તે ફક્ત એક જ નંબરનો ઉપયોગ કરે છે. અન્ય કોઈ નંબરનો વપરાશ કરતા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati