Uttar Pradesh: એક વર્ગની વસ્તી વધવાથી અરાજકતાનો ખતરો, યુપીના સીએમ યોગીએ વસ્તી નિયંત્રણ પર કટાક્ષ કર્યો

વિશ્વ જનસંખ્યા દિવસ પર યોગીએ માત્ર એક ચોક્કસ વર્ગની વસ્તી વધવાને અરાજક્તા ગણાવી, તો રાજ્યમાં મગજના તાવથી થનારા મોત પર 95 ટકા સફળતા મેળવી હોવાનુ કહ્યુ.

Uttar Pradesh: એક વર્ગની વસ્તી વધવાથી અરાજકતાનો ખતરો, યુપીના સીએમ યોગીએ વસ્તી નિયંત્રણ પર કટાક્ષ કર્યો
યોગી આદિત્યનાથ (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:15 PM

વિશ્વ વસ્તી દિવસ પર, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશે પ્રસુતા માતાઓના મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેણે કહ્યું કે આ સફળતા પર આપણે ખુશ થવાની જરૂર નથી. પરંતુ આપણે તેને હજુ વધારે સારુ કરવાની જરૂર છે. સરકારે સ્વાસ્થ્યની સાથે બાળ અને મહિલા કલ્યાણ વિભાગને પણ ઘણુ સમૃદ્ધ બનાવ્યું છે. બાળકો અને પ્રસુતા માતાઓને પણ પોષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. આ સાથે, અમે વસ્તી વધારાને રોકવા માટેના મોટા અભિયાનમાં ઝડપથી કામ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સત્તાવાર નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CMએ લીલી ઝંડી લહેરાવી જનસંખ્યા સ્થિરતા પખવાડિયાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે CM યોગીએ કહ્યું કે અમે મગજના તાવને કારણે થતા મોત પર 95 ટકા નિયંત્રણ મેળવવામાં સફળતા મેળવી છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં, UPએ કોરોના મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વસ્તી નિયંત્રણમાં આશા બહેનો, આંગણવાડી કાર્યકરો, ગામના સરપંચો સહિતના લોકો આરોગ્ય વિભાગ સાથે મળીને આ કાર્યક્રમને વધુ સારી રીતે આગળ લઈ જઈ શકે છે. આ દિશામાં સામૂહિક પ્રયાસ થવા જોઈએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વસ્તીનું અસંતુલન ન હોવું જોઈએ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યોગી આદિત્યનાથે કહ્યુ કે એક જ વર્ગની વસ્તી વધવાથી અરાજકતા સર્જાશે. વસ્તીનું અસંતુલન ન થવું જોઈએ. જ્યારે આપણે કુટુંબ નિયોજન/વસ્તી નિયંત્રણ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે વસ્તી નિયંત્રણ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધે, પરંતુ વસ્તી વિષયક અસંતુલનની સ્થિતિ પણ ઉદ્દભવવી જોઈએ નહીં. સ્કિલ્ડ મેન પાવર સમાજ માટે એક સિદ્ધિ છે પરંતુ જ્યાં બિમારી, અવ્યવસ્થા, જરૂરી સંસાધનોનો અભાવ હોય ત્યાં જનસંખ્યા વિસ્ફોટ એ પણ એક મોટો પડકાર છે.

જાતિ, મત, ધર્મથી ઉપર ઉઠી એકસમાન જાગૃતિ જરૂરી

મુખ્યમંત્રી યોગીએ એમ પણ કહ્યું કે વસ્તીમાં સ્થિરતા લાવવાના આ શ્રેષ્ઠ પ્રયાસોને લોકભાગીદારી અને આંતર-વિભાગીય સંકલન દ્વારા આગળ ધપાવવા જોઈએ. વસ્તી વધારા પર સ્થિરતાની વાત કરીએ તો જાતિ, સંપ્રદાય, પ્રદેશ, ભાષાથી ઉપર ઊઠીને સમાજમાં સમાનરૂપે જાગૃતિના વ્યાપક કાર્યક્રમમાં જોડાવવાની જરૂર છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">