ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO

અત્યારસુધી તમે ચેઇન સ્નેચિંગ સાંભળ્યું હશે. મોબાઇલ સ્નેચિંગ જોયું હશે. પણ શું સાઇકલ સ્નેચિંગ પણ થાય તેવુ સાંભળ્યું કે જોયું છે? દિલ્લીમાં થોડા દિવસ પહેલાની ઘટના બની હતી જેના CCTV સામે આવ્યા છે. જેમાં એક સાઇકલ સવાર પોતાની ઇમ્પોર્ટેડ અને મોંઘી સાઇકલ લઇને રસ્તા પર જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર સવાર બે શખ્સો તેનો […]

ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO
TV9 Webdesk11

|

Oct 23, 2019 | 5:50 PM

અત્યારસુધી તમે ચેઇન સ્નેચિંગ સાંભળ્યું હશે. મોબાઇલ સ્નેચિંગ જોયું હશે. પણ શું સાઇકલ સ્નેચિંગ પણ થાય તેવુ સાંભળ્યું કે જોયું છે? દિલ્લીમાં થોડા દિવસ પહેલાની ઘટના બની હતી જેના CCTV સામે આવ્યા છે. જેમાં એક સાઇકલ સવાર પોતાની ઇમ્પોર્ટેડ અને મોંઘી સાઇકલ લઇને રસ્તા પર જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર સવાર બે શખ્સો તેનો પીછો કરતા આવે છે.

આ પણ વાંચો: પ્રધાન બોલ્યા ‘હું છું ત્યાં સુધી ગૌ હત્યા કરો’, VIDEO થયો વાયરલ

અને જેવો આ સાઇકલ સવાર સાઇકલ પરથી ઉતરે છે કે તરત જ આંખોના પલકારામાં તેની સાઇકલ બાઇક પર આવેલા ચોરો સ્નેચિંગ કરીને ભાગી જાય છે. સાઇકલ સવાર તેમની પાછળ દોડે છે. પણ ફૂલ સ્પીડમાં તેઓ બાઇકને હંકારીને ભાગી જાય છે. મહત્વની વાત એ છે કે પોલીસે આ આ કુખ્યાત સ્નેચર્સને ઝડપી પાડ્યા છે. દિલ્લીના કનૉટ પ્લેસ પાસે વહેલી સવારે દિલ્હી પોલીસ અને સ્નેચર્સ વચ્ચે અથડામણ થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં ત્રણ સ્નેચર્સને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે બે સ્નેચર્સ ફરાર થઈ ગયા હતા. આ સ્નેચર્સ ચેઇન, મોબાઇલ અને સાઇકલનુ સ્નેચિંગ કરવામાં કુશળ છે. આ તમામ સ્નેચર્સ સફેદ રંગની એક કારમાં સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના વિસ્તારમાં આવતા હતા. અને પોતાની કાર પાર્ક કરીને સુરંગના રસ્તે દિલ્લી ડિસ્ટ્રીક્ટ વિસ્તારમાં ઘૂસતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati