દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, પુડુચેરી સહિત 22 રાજ્યોમાં પ્રસર્યો વેરિયન્ટ, કુલ 655 કેસ મળ્યા

દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, પુડુચેરી સહિત 22 રાજ્યોમાં પ્રસર્યો વેરિયન્ટ, કુલ 655 કેસ મળ્યા
ઓમિક્રોન વેરિયન્ટ ( પ્રતિકાત્મક તસવીર)

ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 28, 2021 | 8:19 PM

દેશમાં ઓમિક્રોન ( Omicron ) વેરિયન્ટનુ સંક્રમણ વધી રહ્યુ છે. મંગળવારે, પુડુચેરીમાં (Puducherry) પણ નવા બે કેસ મળી આવ્યા હતા અને તેની સાથે, અત્યાર સુધીમાં 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન  વેરિયન્ટ ( Omicron Variant) પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં (Maharashtra) સૌથી વધુ 167 કેસ છે અને દિલ્લી બીજા નંબરે છે. દિલ્લીમાં (Delhi) ઓમિક્રોનના કુલ 165 કેસ મળી આવ્યા છે. પુડુચેરીમાં (Puducherry) મળી આવેલા બે દર્દીઓમાંથી એક 80 વર્ષનો પુરુષ અને બીજો કેસ 20 વર્ષની યુવતીનો છે. વૃદ્ધ વ્યક્તિએ ક્યાંય મુસાફરી પણ કરી ન હતી, જ્યારે યુવતી કોલેજની વિદ્યાર્થીની છે અને હોસ્ટેલમાં રહે છે. પુડુચેરીનુ આરોગ્ય વિભાગ, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા બન્ને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી તેમના આરોગ્યની ચકાસણી કરી શકાય.

ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાંથી, 186 લોકો સ્વસ્થ થયા મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશભરમાં ઓમિક્રોનના કુલ 655 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી ઉપરાંત કેરળમાં 57, તેલંગાણામાં 55, ગુજરાતમાં 49 અને રાજસ્થાનમાં 46 કેસ મળી આવ્યા છે. ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના 6,358 નવા કેસ જોવા મળ્યા, 293 લોકોના મોત મંત્રાલયના ડેટા અનુસાર, કોરોના સંક્રમણના કેસમાં હાલમાં સ્થિરતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના છ થી સાત હજાર નવા કેસ સામે આવી રહ્યા છે.

દૈનિક અને સાપ્તાહિક સંક્રમણનો દર એક ટકાથી નીચે રહે છે છેલ્લા 24 કલાકમાં 6,358 નવા કેસ મળી આવ્યા છે અને 293 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 236 મૃત્યુ તો એકલા કેરળ રાજ્યમાં નિપજ્યા છે અને 21 દર્દીના મૃત્યુ મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.40 ટકા અને મૃત્યુદર 1.38 ટકા રહ્યો છે. દૈનિક અને સાપ્તાહિક સંક્રમણનો દર પણ એક ટકાથી નીચે રહેવા પામ્યો છે. અત્યાર સુધીમાં, 143.11 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે, કોવિન પોર્ટલના મંગળવારની સાંજે 6.15 વાગ્યા સુધીના આંકડાકીય વિગત અનુસાર, દેશમાં એન્ટી-કોરોના રસીના 143.11 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 84.13 કરોડ પ્રથમ ડોઝ અને 58.98 કરોડ બીજા ડોઝનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

આ પણ વાંચોઃ

કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati