Omicron Alert: આજથી આ 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત, જાણો કેવી રીતે કરવું

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વિનાશને રોકવા માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Omicron Alert: આજથી આ 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ ફરજિયાત, જાણો કેવી રીતે કરવું
pre booking of rt pcr test mandatory at 6 airports
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 9:45 AM

Pre-booking RT-PCR Mandatory at Airports: કોરોના વાયરસ (Corona virus)ના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટના વિનાશને રોકવા માટે, સોમવારથી ભારતના છ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુકિંગ (Pre-booking) ફરજિયાત કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આ નિયમ ‘રિસ્ક વાળા’ દેશોમાંથી આવતા મુસાફરો માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકારી સૂચના અનુસાર, ‘એર સુવિધા’ પોર્ટલમાં સુધારો કરવામાં આવશે.

આ એરપોર્ટ ( Airports) દેશના છ મોટા મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર (Delhi, Mumbai, Kolkata, Chennai, Bangalore) અને હૈદરાબાદમાં પણ સ્થિત છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, પ્રોટોકોલના અમલીકરણનો આ માત્ર પ્રથમ તબક્કો છે અને સિસ્ટમને સ્થિર કર્યા પછી અને મુસાફરોને પ્રી-બુકિંગમાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની ખાતરી કર્યા પછી, આ નિયમ અન્ય એરપોર્ટ પર પણ લંબાવવામાં આવી શકે છે. RT-PCR ટેસ્ટ સામાન્ય રીતે વ્યક્તિમાં કોરોના વાયરસ રોગ (COVID-19)ને શોધવા, ટ્રેક કરવા અને અભ્યાસ કરવા માટે સૌથી સચોટ પરીક્ષણ માનવામાં આવે છે.

એક દિવસમાં હજારો ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભારતમાં એરપોર્ટ ટૂંકા સમય માટે RT-PCR ટેસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન, ઘણી વખત એક દિવસમાં 15,000 સેમ્પલ લેવામાં આવે છે. જેનું પરિણામ એક કલાકથી આઠ કલાકમાં આવે છે. હવે મુસાફરોએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા અન્ય પર RT-PCR ટેસ્ટ માટે ઓનલાઈન સ્લોટ બુક કરવાના રહેશે.

એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી-બુક કેવી રીતે કરવું?

1. તમે જે શહેરની મુલાકાત લઈ રહ્યા છો તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.

2. ટોચની પેનલ પર ‘કોવિડ-19 ટેસ્ટ બુક કરો’ વિકલ્પ જુઓ.

3. હવે મુસાફરીનો પ્રકાર પસંદ કરો

4. નામ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ/પાસપોર્ટ નંબર, સરનામું, એપોઈન્ટમેન્ટની તારીખ, ટાઈમ સ્લોટ જેવી બધી વિગતો ભરો.

5. બધી માહિતી દાખલ કર્યા પછી, તેને પસંદ કરો (દા.ત. RT-PCR, રેપિડ PCR ટેસ્ટ)

6. બધી ઓન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો અને તમારા RT-PCR ટેસ્ટ માટે સ્લોટ બુક કરો.

RT-PCR ટેસ્ટનો કેટલો ખર્ચ થશે?

એક મુસાફરને નિયમિત RT-PCR ટેસ્ટ માટે 500 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ઝડપી PCR ટેસ્ટની કિંમત 3,500 રૂપિયા છે. પ્રથમ ટેસ્ટમાં પરિણામ છ-આઠ કલાકમાં આવી જશે. જ્યારે બીજી ટેસ્ટ એટલે કે ઝડપી પીસીઆર ટેસ્ટ પછી પરિણામ માત્ર 30 મિનિટથી દોઢ કલાકમાં આવી જશે. આ ઉપરાંત, મુસાફરો એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરી શકે છે અથવા બુકિંગને સંપૂર્ણ રીતે રદ પણ કરી શકે છે.

આ પણ વાંચો : Davis Cup 2021: ડેનમાર્કની નબળાઈનો ફાયદો ઉઠાવશે ભારત, દિલ્હીના ગ્રાસકોર્ટ પર કરશે યજમાની

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">