Jaipur : ઓમિક્રોનની આફત ! દક્ષિણ આફ્રિકાથી આવેલા વધુ ચાર લોકો કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ

કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા એક જ પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

Jaipur : ઓમિક્રોનની આફત ! દક્ષિણ આફ્રિકાથી આવેલા વધુ ચાર લોકો કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ
File Photo

Jaipur : કોરોનાના નવા વેરિયન્ટે સમગ્ર વિશ્વની ચિંતા વધારી છે. 30 દેશોમાં પહોંચી ગયેલા કોરોનાનો નવા વેરિયન્ટે (Omicron Variant) ભારતમાં પણ એન્ટ્રી કરી છે.કર્ણાટકમાં બે ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થતા દેશભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.ત્યારે આ દહેશતની વચ્ચે જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી (South Africa) આવેલા વધુ ચાર લોકો સંક્રમિત મળી આવ્યા છે.

એક જ પરિવારના ચાર સભ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા

દક્ષિણ આફ્રિકામાં વિશ્વનો પ્રથમ કેસ મળ્યાના માત્ર નવ દિવસ બાદ ગુરુવારે કર્ણાટકમાં (Karnataka) આ વેરિયન્ટના બે કેસની પુષ્ટિ થઈ હતી. ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી 7 દિવસ પહેલા જયપુર પરત ફરેલા દંપતી અને તેમની બે પુત્રીઓ સંક્રમિત મળી આવતા તંત્રની ચિંતા વધી છે. આદર્શ નગરમાં રહેતો આ પરિવાર અત્યાર સુધીમાં 12 સંબંધીઓના સંપર્કમાં આવ્યો હતો,જેને કારણે હાલ તંત્ર દોડતુ થયુ છે.

જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા

ઓમિક્રોનના જોખમને કારણે હાલ તમામ સંક્રમિત દર્દી ને અલગ રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેના જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ(Sample)  લેવામાં આવ્યા છે. તંત્ર હાલ આ દર્દીઓના રિપોર્ટની રાહ જોઈ રહ્યુ છે. રાહતની વાત એ છે કે બાળકો સિવાય તમામ પુખ્ત વયના લોકોને રસીના બંને ડોઝ (Corona Vaccine) મળ્યા છે. તેમજ કોરોનાના લક્ષણો પણ હળવા જોવા મળી રહ્યા છે.

RUHSના અધિક્ષક અજીત સિંહ શેખાવતે જણાવ્યું કે, આફ્રિકાથી પરત ફરેલા પરિવારને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે, આ પરિવાર 25 નવેમ્બરે 7 દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. જે બાદ તે આદર્શ નગરમાં તેના સંબંધીઓને મળ્યો હતો. હાલ સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

નવા વેરિયન્ટની દહેશતથી તંત્રની ચિંતા વધી

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેટલાક પ્રતિબંઘો હટાવવામાં આવ્યા છે.તેની વચ્ચે નવા વેરિયન્ટની દહેશતથી તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો : Booster Dose Explained: Covishield ના બંને ડોઝ લીધા છે તો પછી બૂસ્ટર ડોઝ કોવેક્સીનનો લેવો જોઈએ કે વેક્સિન બદલી નાખવી જોઈએ, ખાસ વાંચો આ લેખ

આ પણ વાંચો : Andhra Pradesh : દેશમાં ઓમિક્રોનની દસ્તક વચ્ચે વિદેશથી આવેલા 30 મુસાફરો ‘ગુમ’, વહીવટીતંત્ર થયુ દોડતુ

  • Follow us on Facebook

Published On - 1:29 pm, Fri, 3 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati