Omicron : કોવિડ કેસના ઉછાળા વચ્ચે પુડુચેરી સરકારે 31 જાન્યુઆરી સુધી નવા નિયંત્રણો લાદયા

કોરોનાવાયરસના કેસોમાં વધારાની વચ્ચે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીએ 31 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

Omicron : કોવિડ કેસના ઉછાળા વચ્ચે પુડુચેરી સરકારે 31 જાન્યુઆરી સુધી નવા નિયંત્રણો લાદયા
Puducherry new restrictions (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:18 PM

પુડુચેરીમાં ( Puducherry) કોરોનાના કેસ (Corona’s case) ઝડપથી વધતા વહીવટીતંત્ર દ્વારા નવી માર્ગદર્શિકા હેઠળ,  તમામ મોલ, બજારોને 50 % થી વધુ ક્ષમતાએ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે 50 ટકાથી વધુ લોકો ના હોવા જોઈએ. વધુમાં સત્તાવાર આદેશ અનુસાર. ઇન્ટ્રા અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સિનેમા, જીમ, સલુન્સ, પાર્લર, ઓડિટોરિયમ પણ 50 % ની ક્ષમતાએ કામ કરવુ પડશે, સત્તાવાર આદેશ અનુસાર.

પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં 129 ઉમેરવામાં આવતા તાજા કોરોનાવાયરસ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. પુડુચેરીમાં બુધવારે 73 અને મંગળવારે 66 નવા ચેપ નોંધાયા હતા. ગુરુવારે સવારે 10 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 129 નવા કેસ સામે આવતાં કુલ આંકડો 1,29,821 પર પહોંચી ગયો છે. જ્યારે પુડુચેરી પ્રદેશ (કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની) માં 84 નવા કેસ નોંધાયા છે, કરાઈકલમાં 36, માહેમાં આઠ અને યાનમમાં એક કેસ નોંધાયો છે.

કેન્દ્ર સરકારે 9 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશને લખ્યો પત્ર

દેશના લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 સંબંધિત ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે. જેથી આ દર્દીઓ અન્યને સંક્રમણ ના ફેલાવી શકે. તમિલનાડુ, પંજાબ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને બિહારને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ વધતા જતા કોરોનાના કેસોને કારણે કોવિડના ઓછા ટેસ્ટિંગ તરફ ધ્યાન દોર્યું છે અને લખ્યું છે કે આ ચિંતાનું કારણ છે. ટેસ્ટિગ વધારવા ઉપર ભાર મૂકવા પણ જણાવ્યુ છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સુવિધા વધારવા પર ભાર

આ ઉપરાંત, તેમણે પત્રમાં લખ્યું છે કે જાણવા મળ્યું છે કે નવા કેસ અને સંક્રમણ દરમાં વધારાને કારણે, કોવિડ 19 પરીક્ષણ દરમાં ઘટાડો થયો છે જે ચિંતાનું કારણ છે. તેમણે રાજ્યોને પરીક્ષણ સામગ્રી, કિટ વગેરેના પર્યાપ્ત સ્ટોકની સમીક્ષા કરવા અને તેની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા કહ્યુ છે. સાથોસાથ પરીક્ષણ સુવિધાઓથી સંબંધિત આવશ્યક વસ્તુઓ માટે નિયમિત વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 495 નવા કેસ નોંધાયા છે, જેનાથી આ નવા પ્રકારના વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ

Rajasthan: સીએમ અશોક ગેહલોત કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો જરૂરથી કોવિડ ટેસ્ટ કરાવો

આ પણ વાંચોઃ

AIIMS ના નિષ્ણાતની લોકોને ચેતવણી, કોરોનાના નવા વેરિએન્ટને હળવાશથી ન લો, સાવધાની રાખવી જરૂરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">