લો બોલો ! ‘અધિકારીઓ પત્નિ સાથે ઝગડીને આવે છે અને પછી આખો દિવસ તેમને કબજિયાત રહે છે,’ ડૉક્ટર્સનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

આવા ઓફિસરોને મનોવૈજ્ઞાનિક કાઉન્સલિંગ કરાવો. જ્યા સુધી વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી ચિકિત્સા શિક્ષક તેમને ઇમેલ અને વોટ્સએપ પર મોટિવેશનલ વીડિયો મોકલે.

લો બોલો ! 'અધિકારીઓ પત્નિ સાથે ઝગડીને આવે છે અને પછી આખો દિવસ તેમને કબજિયાત રહે છે,' ડૉક્ટર્સનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
letter of doctor in Madhya Pradesh goes viral

મધ્યપ્રદેશના બુંદેલખંડના મેડિકલ કોલેજના ચિકિત્સા શિક્ષક સંઘે મેડિકલ એસોસિએશનને લખેલો એક પત્ર હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર વાયરલ થવા પાછળનું કારણ છે તેમાં વલ્લભ ભવન અને સતપુડા ભવનના ઓફિસરો વિશે કરવામાં આવેલી ભદ્દી ટીપ્પણી. મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ અને સચિવને લખેલા પત્રમાં એક ઘટના વિશેની માહિતી આપવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે સતપુડા-વલ્લભ ભવનના ઓફિસરો પત્નિ સાથે ઝગડો કરીને આવે છે અને પછી આખો દિવસ તેમને કબજિયાત રહે છે.

આ પત્ર ચિકિત્સા શિક્ષક સંઘ સાગરના અધ્યક્ષ સર્વેશ જૈન અને સચિવ શૈલેન્દ્ર પટેલે લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યુ છે કે, જોવામાં આવ્યુ છે કે વલ્લભ ભવન અને સતપુડા ભવનના ઓફિસરો ઘણી વાર પત્નિ સાથે ઝગડો કરીને આવે છે અને તેમને કબજિયાત રહે છે. આ જ કારણે તેઓ આખો દિવસ બોગસ નિર્ણયો લે છે.

Officers arrive at work after having a fight with their wives, letter of doctor in Madhya Pradesh goes viral

આવો જ એક નિર્ણય તાત્કાલિન અપર મુખ્ય સચિવ મધ્ય પ્રદેશ શાસન દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં ચિકિત્સા સંઘ વિભાગને સાતમાં પગાર પંચ હેઠળ પગાર 2018 થી આપવામાં આવ્યો હતો જ્યારે મધ્ય પ્રદેશ શાસનના બાકીના વિભાગોમાં જાન્યુઆરી 2016 થી આપવામાં આવ્યો

જાણકારી મળ્યા બાદ ચિકિત્સા શિક્ષક મળવા ગયા તો પૂર્વવર્તી ACS બોલ્યા કે, ડૉક્ટર સાહેબ સસ્પેન્ડ નહીં કરું, સીધો મેડિકલ રજીસ્ટ્રેશન કેન્સલ કરીશ. પ્રેક્ટિસ કરવા લાયક નહીં છોડું. નિવેદન છે કે આવા ઓફિસરોને મનોવૈજ્ઞાનિક કાઉન્સલિંગ કરાવો. જ્યાર સુધી વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી ચિકિત્સા શિક્ષક તેમને ઇમેલ અને વોટ્સએપ પર મોટિવેશનલ વીડિયો મોકલે.

આ પણ વાંચો –

Jamnagar : વેક્સિનેશનની કામગીરી સરળ અને ઝડપી બનાવવાની મુહિમ, કલાસ-1 અધિકારીઓને સોંપાઇ જવાબદારી

આ પણ વાંચો –

Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

આ પણ વાંચો –

1 ઓક્ટોબરથી આ બેંક ની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati