DRDOને મળી મોટી સફળતા, ‘આકાશ પ્રાઈમ’ મિસાઈલનું સફળતાપૂર્વક થયું પરીક્ષણ

ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં 'આકાશ પ્રાઈમ' મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઈલ સરળતાથી લક્ષ્યને ભેદવામાં સફળ રહી. આ માહિતી DRDOએ આપી છે.

DRDOને મળી મોટી સફળતા, 'આકાશ પ્રાઈમ' મિસાઈલનું સફળતાપૂર્વક થયું પરીક્ષણ
આકાશ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. (ફોટો: ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:36 PM

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ સોમવારે જણાવ્યું હતું કે આકાશ મિસાઈલનું (Akash Missile) નવું સંસ્કરણ ‘આકાશ પ્રાઈમ’નું  (Akash Prime) ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)માંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં સુધારા પછી તેના પ્રથમ ઉડાન પરીક્ષણમાં માનવરહિત મિમકિંગ એનીમી એરક્રાફ્ટને ટાર્ગેટ કરીને રોક્યું અને તેને નષ્ટ કર્યું.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

આ પહેલા 21 જુલાઈના રોજ DRDOએ બુધવારે ઓડિશામાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી  હવામાં પ્રહાર કરવા વાળી મિસાઈલ સિસ્ટમ આકાશના નવા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સફળ પરીક્ષણ ભારતીય વાયુસેનાની લડાઈ ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તમામ પ્રકારની હથિયાર પ્રણાલીઓથી સજ્જ મિસાઈલનું જમીન આધારિત પ્લેટફોર્મ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરીક્ષણ દરમિયાન મિસાઈલની ઉડાનમાંથી મેળવેલા ડેટાના આધારે તમામ હથિયાર પ્રણાલી સફળ અને કોઈ પણ  ગડબડ વગર કામ કરે છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી.

આકાશ મિસાઈલ (આકાશ એનજી)નું નવું સંસ્કરણ તેના જૂના સંસ્કરણ કરતા થોડું સારું છે અને 25 કિલોમીટર  સુધીની રેન્જમાં નિશાન સાધી શકે છે. આ સિવાય તે જ દિવસે DRDOએ સ્વદેશી રીતે વિકસિત ઓછા વજનની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, જે વ્યક્તિના ખભા પર લઈ જઈ શકાય છે. આ સફળ પરીક્ષણ સાથે સેના દ્વારા તેના નિર્માણ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આ મિસાઈલ ભારતીય સેનાની ક્ષમતા વધારવા માટે વિકસાવવામાં આવી હતી.

સરકારે આકાશ મિસાઈલોની નિકાસ માટે પરવાનગી આપી દીધી છે

આકાશ મિસાઈલ DRDOની હૈદરાબાદ સ્થિત લેબોરેટરી દ્વારા સંશોધન સંસ્થાની અન્ય શાખાઓના સહયોગથી વિકસાવવામાં આવી છે. મિસાઈલની ઉડાનથી જોડાયેલા આંકડાઓના રેકોર્ડ રાખવા માટે આઈટીઆરે સર્વેલન્સ સિસ્ટમ્સ જેવી કે ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલિમેટ્રીનો ઉપયોગ કર્યો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે આકાશ મિસાઈલોની નિકાસની મંજૂરી આપી હતી અને વિવિધ દેશોમાં તેના વેચાણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.

આ સમિતિમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામેલ છે અને તેની રચના સ્વદેશી રીતે વિકસિત મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનોની નિકાસને મંજૂરી આપવા માટે કરવામાં આવી છે. મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઈલના સફળ પરીક્ષણ પર સંરક્ષણ મંત્રાલયે તેને સરકારના ‘આત્મનિર્ભર અભિયાન’ તરફ એક મોટું પગલું ગણાવ્યું હતું.

આ પણ વાંચો : Metro Recruitment 2021: મહારાષ્ટ્ર મેટ્રોમાં ખાલી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, B.Tech ઉમેદવારો કરી શકે છે અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">