Nupur Sharma Controversy: નૂપુર શર્માના નિવેદનથી કાળઝાળ થયેલા ઈન્ટરનેશનલ હેકર્સે ભારત વિરુદ્ધ શરૂ કર્યા સાયબર હુમલા, દુનિયાભરના મુસ્લિમ હેકર્સની મદદ માંગી

નૂપુર શર્મા વિવાદના મુદ્દે હવે હેકર્સ પણ મેદાનમાં આવી ગયા છે અને ધાર્મિક અને રાજકીય રીતે પ્રેરિત, કેટલીક સરકારી (Website) વેબસાઇટ્સને નુકસાન પહોંચાડી શકે છે. સાયબર નિષ્ણાતો(Cyber Expert)નું માનવું છે કે ભારતીય સંસ્થાઓ પર આવા હુમલા વધી શકે છે.

Nupur Sharma Controversy: નૂપુર શર્માના નિવેદનથી કાળઝાળ થયેલા ઈન્ટરનેશનલ હેકર્સે ભારત વિરુદ્ધ શરૂ કર્યા સાયબર હુમલા, દુનિયાભરના મુસ્લિમ હેકર્સની મદદ માંગી
Nupur Sharma Controversy: International hackers, cyber attacks against India, seeking help from Muslim hackers around the world
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 7:33 AM

ભાજપના (BJP)ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ (Noopur Sharma)પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ત્યાર બાદ મલેશિયા સ્થિત હૈકટીવિસ્ટ જૂથ ડ્રેગન ફોર્સે ભારત સરકાર સામે સાયબર હુમલાઓની (cyber attack)ચેઇનશરૂ કરી છે. વાસ્તવમાં India Todayના એક અહેવાલ મુજબ, હેકિંગ સંગઠને એક અભિયાન OpsPatuk શરૂ કર્યું છે. જેનું કામ ભારત સરકાર સામે સાયબર એટેક કરવાનું છે. આ સંગઠન વિશ્વભરના મુસ્લિમ હેકર્સ, માનવાધિકાર સંગઠનો અને કાર્યકરોની પણ મદદ માંગી રહ્યું છે OpsPatuk, ધાર્મિક અને રાજકીય રીતે પ્રેરિત, કેટલીક સરકારી વેબસાઇટ્સને નુકસાન પહોંચાડી શકે છે.

સાયબર નિષ્ણાતોનો અંદાજો છે કે ભારતીય સંસ્થાઓ પર આવા હુમલાની તીવ્રતા ઝડપથી વધવાની છે. તેમનું કહેવું છે કે સરકાર અને સાહસોએ તેમની ડિજિટલ સંપત્તિઓને સુરક્ષિત કરવા માટે પર્યાપ્ત સુરક્ષા પગલાં લેવા જોઈએ

CloudSEK સાયબર હુમલાઓની શ્રેણી શોધે છે

આ પ્રકારના સાઇબર હુમલા થઈ રહ્યા છે તેવું સંશોધન બેંગ્લૂરૂ સ્થિત સાઇબર સિક્યુરિટી ફર્મ CloudSEK સોધી કાઢ્યું હતું. તેણે મલેશિયાના એક હેક્ટીવિસ્ટ જૂથ દ્વારા પોસ્ટ કરાયેલ એક ટ્વિટ શોધી કાઢી હતી. જે ડ્રેગનફોર્સ તરીકે ઓળખાય છે. આ માધ્યમ દ્વારા વિશ્વભરના મુસ્લિમ હેકર્સ દ્વારા ભારત સરકારની વેબસાઈટ પર હુમલાની હાકલ કરવામાં આવી છે. CloudSEKવના સાઇબર સંશોધકોએ જણાવ્યું હતું કે આ હુમલાનો હેતુ પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારત સરકાર સામે બદલો લેવાનો છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

વળી આ જૂથે એવા પુરાવા પણ મોકલ્યા હતા કે તેમણે ભારત સરકારની વેબસાઇટ્સ હેક કરી છે.  અને તેમાં  સફળ રહ્યા  છે. માં ઘણી ભારતીય વેબસાઇટનો સમાવેશ થાય છે. જો કે, આમાં ખાનગી ભારતીય વેબસાઇટ્સ તેમજ લોજિસ્ટિક્સ અને સપ્લાય-ચેઇન કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનોલોજી અને સોફ્ટવેર કંપનીઓ અને વેબ હોસ્ટિંગ કંપનીઓ જેવી ભારતીય સરકારી વેબસાઇટ્સનો સમાવેશ થાય છે.

જાણો શું છે ડ્રેગન ફોર્સ?

ડ્રેગન ફોર્સ એ એક મલેશિયા સ્થિત પેલેસ્ટિનિયન તરફી હેકટિવિસ્ટ જૂથ છે. આ જૂથમાં Instagram અને Facebook પ્રોફાઇલ્સ તેમજ ઘણી ટેલિગ્રામ ચેનલોનો સમાવેશ થાય છે.આ જૂથ  ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ઉપયોગ કરીને સતત  લોકો સુધી  પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

શું હતી નૂપુર શર્મા વાળી  ઘટના?

વાસ્તવમાં, નુપુર શર્માએ થોડા સમય પહેલા જ્ઞાનવાપી મુદ્દે એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં પયગંબર મોહમ્મદ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે દુનિયાભરના ઘણા લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, થોડા જ સમયમાં ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી તેણે ટ્વિટર પર લોકોની માફી માંગી. જોકે  તેમ છતાં  આ મુદ્દે દેશ વિદેશમાં વિવાદ શરૂ થઈ ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">