અફઘાનિસ્તાનને લઈને ભારતમાં યોજાશે NSA સ્તરની બેઠક, પાકિસ્તાનને ભારતનું આમંત્રણ

જો પાકિસ્તાનના એનએસએ મોઈદ યુસુફ (Moeed Yusuf) ભારત આવશે, તો તે લાંબા સમય પછી એક ઉચ્ચ પાકિસ્તાની અધિકારીની ભારતની સત્તાવાર મુલાકાત હશે.

અફઘાનિસ્તાનને લઈને ભારતમાં યોજાશે NSA સ્તરની બેઠક, પાકિસ્તાનને ભારતનું આમંત્રણ
Ajit Doval and Moeed Yusuf

ભારત (India) આવતા મહિને અફઘાનિસ્તાનની (Afghanistan) સ્થિતિ પર એનએસએ (National Security Agency – NSA) સ્તરની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. રશિયા (Russia) અને પાકિસ્તાન (Pakistan) એવા દેશોમાં સામેલ છે જેમને આ બેઠક માટે બોલાવવામાં આવશે. આ પ્રાદેશિક પરિષદ માટે ચીન (China), ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ આમંત્રિત કરી શકાય છે. આ બેઠક યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન દેશની સુરક્ષા સ્થિતિ અને તાલિબાનની માનવ અધિકારો જાળવવાની જરૂરિયાત તેમજ માનવીય સંકટને સંભાળવા પર આધારિત હશે.

મીડિયા રીપોર્ટ મુજબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા આયોજિત આ પરિષદની અધ્યક્ષતા કરે તેવી અપેક્ષા છે. જોકે તાલિબાનને નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. બીજી બાજુ, રશિયાએ તાલિબાનને 20 ઓક્ટોબરે મોસ્કો ફોર્મેટ મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે, જેમાં ભારત પણ ભાગ લેશે. પરંતુ ભારત સરકાર હવે દિલ્હીમાં યોજાનારી કોન્ફરન્સમાં તેમને સામેલ કરવા અંગે સાવધ લાગે છે. તેની પાછળનું કારણ અફઘાનિસ્તાનમાં સમાવેશી સરકારનો અભાવ છે.

ભારત આ શરત પર પાકિસ્તાન સાથે કામ કરવા માટે તૈયાર છે
અહીં નોંધવા જેવી બાબત એ છે કે પાકિસ્તાન પણ આ બેઠકનો ભાગ બનશે. આવી સ્થિતિમાં, તમામની નજર આ પરિષદમાં પાકિસ્તાન શું ભૂમિકા ભજવશે અને પાકિસ્તાન એનએસએ મોઈદ યુસુફ (Moeed Yusuf) આ પરિષદમાં ભાગ લે છે કે નહીં તેના પર રહેશે. ભારત માને છે કે પાકિસ્તાને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો પર લગામ લગાવવી જોઈએ. જોકે ભારતે એ પણ સંકેત આપ્યો છે કે તે પાકિસ્તાન સાથે કામ કરવા માટે તૈયાર છે. પરંતુ ઇસ્લામાબાદે સરહદ પાર આતંકવાદ બંધ કરવો પડશે. ભારતે પાકિસ્તાનમાં SCO આતંકવાદ વિરોધી તાલીમ માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને પાકિસ્તાન મોકલીને ભારતનો પોતાની સ્થિતિ સાબિત કરી બતાવી છે.

પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારી દ્વારા લાંબા સમય બાદ ભારતની મુલાકાત થશે
જો પાકિસ્તાની એનએસએ મોઈદ યુસુફ (Moeed Yusuf) ભારત આવશે, તો તે લાંબા સમય પછી એક ઉચ્ચ પાકિસ્તાની અધિકારીની ભારત મુલાકાત હશે. અગાઉ, વર્ષ 2016 માં, પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ માટે અમૃતસરની મુલાકાત લીધી હતી. ભારતે આ વર્ષે મે મહિનામાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર એક પરિષદ યોજવાનું મન બનાવ્યું હતું અને યુસુફ પણ તેમાં ભાગ લેવાનો હતો. પરંતુ કોવિડની બીજી લહેરને કારણે આ કોન્ફરન્સનું આયોજન થઈ શક્યું નથી.

આ પણ વાંચોઃ ચીને હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી, અવાજની ગતી કરતા પાંચ ગણી વધુ ઝડપી, આખરે ‘ડ્રેગન’ની યોજનાઓ શું છે?

આ પણ વાંચોઃ High Return Stock : વીજળી સંકટના અહેવાલો વચ્ચે Renewable Energy કંપનીના શેરે આપ્યું 1 વર્ષમાં 4130 ટકા રિટર્ન

 

Click on your DTH Provider to Add TV9 Gujarati