રાજ્યસભામાંથી પણ કોંગ્રેસના વળતા પાણી, હવે 17 રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સાંસદ નહી

વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજ્યસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભામાંથી નિવૃત થયેલા સસદસભ્ય માટે આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સભ્યસંખ્યા ઘટી જશે.

રાજ્યસભામાંથી પણ કોંગ્રેસના વળતા પાણી, હવે 17 રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સાંસદ નહી
Rajya Sabha ( file photo)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 04, 2022 | 10:25 AM

પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજ્યસભામાં પણ કોંગ્રેસ (Congress) માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભામાં (Rajya Sabha) કોંગ્રેસની હાલત દેશના અન્ય રાજ્યોની વિધાનસભા જેવી થઈ રહી છે.  રાજ્યસભાની આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સંખ્યા ઘટી જશે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ પણ હવે સંકોચાઈ રહ્યો છે. દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી (Union Territories) રાજ્યસભામાં કોંગ્રેસનો હવે કોઈ પ્રતિનિધિ નહીં હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસના 33 સાંસદો હતા. એ.કે.એન્ટની સહિત ચાર સભ્યો નિવૃત્ત થયા છે. જ્યારે, વધુ 9 સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થશે. નિવૃત્ત થનારાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને વધુમાં વધુ 30 સભ્યો થઈ જશે.

અત્યાર સુધી એવું ક્યારેય બન્યું નથી કે રાજ્યસભામાં કોંગ્રેસના આટલા ઓછા સાંસદો હોય. DMK તામિલનાડુમાંથી રાજ્યસભાની 6 બેઠકોમાંથી કોંગ્રેસને એક બેઠક આપશે તેવી અપેક્ષા છે. આ પછી રાજ્યસભામાં તેની સંખ્યા વધીને 31 થઈ જશે. જોકે, પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી અને ગોવાના કોઈ સાંસદ નહીં હોય.

આ 17 રાજ્યોમાં કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે

17 રાજ્યોમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે. ચૂંટણી બાદ ઘણા મોટા રાજ્યોમાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદો નહીં રહે. પંજાબમાં સત્તા ગુમાવવાથી કોંગ્રેસને પણ મોટું નુકસાન થયું છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ગોવા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

હનુમાન ચાલીસા વગાડવા માટે ઠેર ઠેર લાઉડસ્પીકર લગાવશે MNS, સંજય રાઉતે કહ્યુ આ ભાજપની છે ચાલ

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : મોંધવારી માઝા મુકશે, દેશભરમાં ભડકે બળ્યા ઈંધણના ભાવ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati