માનહાની કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

હૈદરાબાદની એક કોર્ટે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ વિરુદ્ધ માનહાનિના કેસમાં હાજર નહીં થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

  • Tv9 webdesk42
  • Published On - 22:20 PM, 22 Feb 2021
Non-bailable warrant against Congress leader Digvijay Singh in defamation case
Digvijay Singh (File Image)

હૈદરાબાદની એક કોર્ટે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ વિરુદ્ધ માનહાનિના કેસમાં હાજર નહીં થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. દિગ્વિજયસિંહ પર 2017માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિગ્વિજયસિંહ કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ ગયા પછી સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના કેસોની સુનાવણી માટેની ખાસ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

 

AIMIMના નેતા એસએ હુસેન અનવરે કર્યો હતો કેસ
દિગ્વિજયસિંહ વિરુદ્ધ AIMIMના નેતા એસએ હુસેન અનવરે આ માનહાનિનો કેસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજયસિંહે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને એમ કહીને બદનામ કર્યા છે કે હૈદરાબાદના સાંસદની પાર્ટી આર્થિક લાભ માટે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડી રહી છે. એસએ હુસેન અનવરના વકીલ મોહમ્મદ આસિફ અમજદે જણાવ્યું હતું કે તેમણે દિગ્વિજયસિંહ અને એક ઉર્દૂ દૈનિકના સંપાદક બંનેને કાયદાકીય નોટિસ મોકલી છે, જેમાં આ અંગેનો લેખ પ્રકાશિત કરાયો હતો અને માફી માંગવા જણાવ્યું હતું, પરંતુ બંનેએ જવાબ આપ્યો ન હતો, ત્યારબાદ તેઓએ કોર્ટમાં આ કાર્યવાહી કરી હતી.

 

આ કેસમાં વધુ સુનાવણી 8 માર્ચે
આ કેસમાં છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે દિગ્વિજયસિંહ અને ઉર્દૂ દૈનિકના સંપાદક 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે કોર્ટમાં હાજર થાય. અમજદે કહ્યું કે દિગ્વિજયસિંહના સલાહકારે તબીબી આધારો પર કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી છે અને બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 8 માર્ચે નક્કી કરી છે. દિગ્વિજયસિંહના વકીલે કાર્યવાહી રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે.

 

આ પણ વાંચો: Surat: રાત્રે સ્ટ્રોંગ રૂમમાંથી ચૂંટણી અધિકારીઓ EVMની પેટીઓ બદલવાનો BSPનો આક્ષેપ