ડોક્ટરની સલાહ લેવા હવે લાઇનમાં રાહ જોવાની જરૂર નથી, સરકારે વોટ્સએપ પર ડોક્ટરની સલાહ લેવાની સુવિધા શરૂ કરી

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કોમન સર્વિસ સેન્ટર સ્કીમ થકી દેશના ગ્રામીણ અને દૂરના ભાગોમાં રહેતા લોકોને ટેલિકન્સલ્ટેશન સોલ્યુશન્સ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે WhatsApp પર એક હેલ્પલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ડોક્ટરની સલાહ લેવા હવે લાઇનમાં રાહ જોવાની જરૂર નથી, સરકારે વોટ્સએપ પર ડોક્ટરની સલાહ લેવાની સુવિધા શરૂ કરી
Symbolic Photo

લોકોને કોરોનાકાળ (Corona) અને વારંવાર બદલાતી ઋતુના કારણે હોસ્પિટલ્સમાં તબીબો(Doctors)ની સલાહ લેવા લાંબી લાઇનમાં રાહ જોવી પડતી હતી. જો કે હવે સરકાર દ્વારા વોટ્સએપ(WhatsApp)માં ગમે તે સ્થળેથી તમે ડોક્ટર સાથે કન્સલ્ટ કરી શકો તેવી સુવિધા લાવવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર (Rural Area) અને અંતરિયાળ વિસ્તારમાં જ્યાં તબીબી સુવિધા જલ્દી ઉપલબ્ધ નથી થતી તેવા સ્થળોના લોકો માટે સરકારે આ ખાસ સુવિધા શરુ કરી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા કોમન સર્વિસ સેન્ટર સ્કીમ થકી દેશના ગ્રામીણ અને દૂરના ભાગોમાં રહેતા લોકોને ટેલિકન્સલ્ટેશન સોલ્યુશન્સ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે WhatsApp પર એક હેલ્પલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને ‘CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક’ કહેવાય છે.

હેલ્પડેસ્ક પર શું સુવિધાઓ મળશે?

વ્હોટ્સએપ હેલ્પડેસ્ક લોકોની સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરશે. હેલ્પડેસ્ક વહીવટીતંત્ર પાસેથી મદદ મેળવવાનું, ડોકટરોની સલાહ લેવાનું, કોવિડ સંબંધિત સંસાધનોની વિશાળ શ્રેણીને ઍક્સેસ કરવાનું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ મેળવવાનું સરળ બનાવે છે.

WhatsApp પર સેવાનો ઉપયોગ કેવી રીતે કરવો?

સરકાર દ્વારા આ સેવા બધા માટે મફતમાં ઉપલબ્ધ થશે. એટલે કે યુઝર્સ વોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસ હેલ્પડેસ્કને ફ્રીમાં એક્સેસ કરી શકશે. આ સેવા હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ થશે.

હેલ્પડેસ્ક નંબર જાહેર કરાયો

હેલ્પડેસ્કને એક્સેસ કરવા માટે, WhatsApp યુઝર્સે +917290055552 નંબર પર ‘Hi’ મેસેજ મોકલવો પડશે. ત્યારબાદ ડૉક્ટર સાથે કનેક્ટ થવા માટે વિકલ્પો પસંદ કરવા પડશે.

હેલ્પડેસ્ક લોકોની મદદ માટે

WhatsApp હેલ્પડેસ્ક લોકોની મદદ કરવા માગે છે. જેમ કે જો કોઈ ડૉક્ટરની સલાહ લેવા માગે છે, વહીવટીતંત્રની મદદ લેવા માગે છે, કોરોના વાયરસ સંબંધિત વિશાળ શ્રેણીના સંસાધનોને ઍક્સેસ કરવા માગે છે તો તે દરેક સમસ્યાઓને હલ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને સરકારે વળતર આપવું જોઈએ, જો યાદી નથી તો અમારી પાસેથી લઈ લે, રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

આ પણ વાંચોઃ SURAT : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યાર્ન એક્ષ્પો-2021નું ત્રિદિવસીય પ્રદર્શન, દેશભરમાંથી 75થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે

આ પણ વાંચોઃ Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati