નોએડાના બગીચામાં નમાઝ વાંચવા પર પ્રતિબંધ, પોલીસે જાહેર કરી નોટિસ

નોએડાના બગીચામાં નમાઝ વાંચવા પર પ્રતિબંધ, પોલીસે જાહેર કરી નોટિસ

ઉત્તર પ્રદેશના નોએડાના એક પાર્કમાં પોલીસે નમાઝ વાંચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે મોટી સંખ્યામાં પાર્કમાં નમાઝ વાંચવા આવતા લોકોના કારણે હરવા-ફરતા આવતા લોકોને હાલાકી પડે છે. ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ ઑથોરિટી એટલે કે નોએડાની સેક્ટર 58 પોલીસ ચોકીના અધિકારીએ એક આદેશ જાહેર કરતા કહ્યું છે કે સેક્ટર 58માં આવેલા બાગમાં કોઈ […]

TV9 Web Desk

| Edited By: TV9 Web Desk3

Dec 25, 2018 | 9:47 AM

ઉત્તર પ્રદેશના નોએડાના એક પાર્કમાં પોલીસે નમાઝ વાંચવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સ્થાનિકોએ ફરિયાદ કરી હતી કે મોટી સંખ્યામાં પાર્કમાં નમાઝ વાંચવા આવતા લોકોના કારણે હરવા-ફરતા આવતા લોકોને હાલાકી પડે છે.

ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ ઑથોરિટી એટલે કે નોએડાની સેક્ટર 58 પોલીસ ચોકીના અધિકારીએ એક આદેશ જાહેર કરતા કહ્યું છે કે સેક્ટર 58માં આવેલા બાગમાં કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિની પરવાનગી નથી. તેમાં શુક્રવારે અદા કરવામાં આવતી નમાઝનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટી: શિક્ષણનું ધામ કે પછી રાજકીય અખાડો? NSUI-ABVPના વિવાદમાં ફરી એક વાર યુનિ.ની છબી ખરડાઈ

નોંધનીય છે કે સેક્ટર 28 ખાતેનો આ પાર્ક ઑથોરિટીનો છે. અહીં શરુઆતમાં 10થી 15 લોકો જ નમાઝ વાંચવા આવતા હતા, પરંતુ જ્યારે 200 જેટલા લોકોએ નમાઝ વાંચવાનું શરુ કર્યું, તો અહીં ફરવા આવતા લોકોએ પોલીસમાં ફરિયાદ કરી દીધી. બીજી બાજુ નમાઝ વાંચનાર લોકોએ સિટી મૅજિસ્ટ્રેટ પાસે પરવાનગી માગી, પણ પરવાનગી ન મળી.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે પાર્કની આજુબાજુ આવેલી કંપનીઓને આ અંગેની સુચનાઓ આપી દેવાઈ છે કે તેઓ તેમની કંપનીમાં કામ કરતા મુસ્લિમ લોકો માટે નમાઝ અદા કરવા માટેની જગ્યા ઉપલબ્ધ કરાવે અને એ સૂચના પણ આપી દે કે ખુલ્લા પાર્કમાં નમાઝ અદા ન કરે.

 

[yop_poll id=331]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati