નીતિ આયોગે જાહેર કર્યો વર્ષ 2020-21 નો SDG રિપોર્ટ, કેરલ ટોપ પર બિહાર છેલ્લા સ્થાને, ગુજરાત 10માં નંબરે

નીતિ આયોગે જાહેર કર્યો વર્ષ 2020-21 નો SDG રિપોર્ટ, કેરલ ટોપ પર બિહાર છેલ્લા સ્થાને, ગુજરાત 10માં નંબરે
નીતિ આયોગે જાહેર કર્યો વર્ષ 2020-21 નો SDG રિપોર્ટ

નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કેરળ ટોચ પર છે. બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. જ્યારે ગુજરાત ટોપ પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. ગુજરાતના 69 પોઇન્ટ સાથે 10માં નંબરે છે.

Chandrakant Kanoja

|

Jun 04, 2021 | 5:32 PM

નીતિ આયોગે (Niti Aayog)ગુરુવારે 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અલગ અલગ ક્ષેત્રોમાં દેખાવના આધારે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)2020-21 રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજ્યના સામાજિક- આર્થિક અને પર્યાવરણને લગતાં 17 માપદંડોના મૂલ્યાંકન બાદ રાજયોને પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેના આધારે રાજ્યોના (SDG)ઇન્ડેક્સ આપવામાં આવ્યો છે. જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કેરળ ટોચ પર છે. બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. જ્યારે ગુજરાત ટોપ પાંચમાં સ્થાન મેળવી શક્યું નથી. ગુજરાતના 69 પોઇન્ટ સાથે 10માં નંબરે છે.

નીતિ આયોગે(Niti Aayog) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21 માટેનો ઇન્ડેક્સનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલમાં કેરળ ટોચ પર છે. બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. સ્થિર વિકાસ લક્ષ્યો (SDG) માટે સૂચકાંક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિમાણો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે.

આ રાજ્યોને કેરળ પછી સ્થાન મળ્યું છે રિપોર્ટ અનુસાર, કેરળ 75 પોઇન્ટ સાથે ટોચના રાજ્ય તરીકેની સ્થિતિ જાળવી રાખી  છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને તામિલનાડુ 74 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આ વર્ષના ભારત સૂચકાંકમાં બિહાર, ઝારખંડ અને આસામ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો છે.

ટોપ પાંચમાં સ્થાન પામનારા રાજ્યો

niti aayog sdg report

ખરાબ પ્રદર્શન કરનારા પાંચ રાજ્યો

Niti Aayog SDG Report 2021 worst Perform state

નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુરુવારે ભારત એસડીજી ઈન્ડેક્સની ત્રીજો અહેવાલ રજૂ કર્યો હતો. આ સંદર્ભમાં કુમારે કહ્યું, ‘એસડીજી ઇન્ડિયા ઈન્ડેક્સ દ્વારા રાજ્યના વિકાસ પર નજર રાખવાના અમારા પ્રયત્નોની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. એસડીજી પર સંયુક્ત અનુક્રમણિકાની ગણતરી કરીને આપણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ક્રમ આપવા માટે આ એક ડેટા આધારિત પહેલ છે.

ઈન્ડેક્સ ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો ઇન્ડેક્સ ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો અને દેશમાં એસડીજી પર પ્રગતિની દેખરેખ રાખવા માટેનું એક મુખ્ય સાધન બની ગયું છે. પ્રથમ રિપોર્ટ 2018-19માં, 13 ગોલ, 39 લક્ષ્યો અને 62 સૂચકાંકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે આ ત્રીજા રિપોર્ટમાં 17 ગોલ, 70 લક્ષ્યાંક અને 115 સૂચકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati