નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણે લીધો મોટો નિર્ણય, આ કારણથી ઈન્કમ ટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને કરી દીધા નિવૃત

નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાં મંત્રાલય (Finance Ministry)નો કાર્યભાર સંભાળવાની સાથે જ એક કડક પગલું લીધું છે. 12 વરિષ્ઠ અધિકારીઓને નાણાં મંત્રાલયે બળજબરીપૂર્વક (Compulsory Retirement) નિવૃત કરી દીધા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 હેઠળ નાણં મંત્રાલયના આ અધિકારીઓને સરકારે સમય પહેલા જ નિવૃતિ આપી દીધી છે. નિયમ 56 હેઠળ નિવૃત કરવામાં […]

નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણે લીધો મોટો નિર્ણય, આ કારણથી ઈન્કમ ટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને કરી દીધા નિવૃત
Kunjan Shukal

|

Jun 11, 2019 | 2:35 AM

નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નાણાં મંત્રાલય (Finance Ministry)નો કાર્યભાર સંભાળવાની સાથે જ એક કડક પગલું લીધું છે. 12 વરિષ્ઠ અધિકારીઓને નાણાં મંત્રાલયે બળજબરીપૂર્વક (Compulsory Retirement) નિવૃત કરી દીધા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 હેઠળ નાણં મંત્રાલયના આ અધિકારીઓને સરકારે સમય પહેલા જ નિવૃતિ આપી દીધી છે.

નિયમ 56 હેઠળ નિવૃત કરવામાં આવેલા તમામ અધિકારી ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ (IncomeTax Department)માં ચીફ કમિશ્નર, પ્રિન્સીપાલ કમિશ્નર્સ અને કમિશ્નર જેવા પદો પર કાર્યરત હતા. એક અહેવાલ મુજબ તેમાં ઘણાં અધિકારીઓ પર કથિત રીતે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને બેનામી સંપતિ, યૌન શોષણ જેવા ગંભીર આરોપો હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ 12 અધિકારીમાં અશોક અગ્રવાલ (IRS 1985), એસ.કે.શ્રીવાસ્તવ (IRS 1989), હોમી રાજવંશ (IRS 1985), બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજોય કુમાર સિંહ, બી અરૂલપ્પા, આલોક કુમાર મિત્રા, ચાંદર સેન ભારતી, અંડાસુ રવીન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામ કુમાર ભાર્ગવ સામેલ છે.

શું છે નિયમ 56?

નાણં મંત્રાલય (Finance Ministry)ના નિયમ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરવામાં આવી શકે છે. જે 50થી 55 વર્ષની ઉંમરના હોય અને 30 વર્ષનો કાર્યકાળ પુર્ણ કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આવા અધિકારીઓને અનિર્વાય નિવૃતિ આપવામાં આવી શકે છે. ત્યારે જે અધિકારીઓ પર ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને બેનામી સંપતિના આરોપ લાગેલા છે તેમની પર આવનારા દિવસોમાં પણ નિયમ 56નો ઉપયોગ કરવામાં આવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આની પાછળ સરકારનો ઉદ્દેશ આળસુ અને કામ ન કરનારા અધિકારીઓને સેવાથી મુક્ત કરવાનો છે. સરકારે ખરાબ પરર્ફોમન્સવાળા અધિકારીઓની લિસ્ટ પણ બનાવી છે. ત્યારે અનિવાર્ય નિવૃતિ આપવાથી સરકારની આ પ્રક્રિયા દ્વારા રોજગારમાં પણ વધારો થશે, કારણ કે સરકારી પદ ખાલી હશે તો તેની પર ભરતી માટે સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati