AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિર્ભયા કેસમાંથી CJIએ પોતાને કર્યા અલગ, પુન:વિચાર અરજી પર આવતીકાલે નવી ખંડપીઠ સુનાવણી કરશે

નિર્ભયા કેસમાં પુન:વિચાર અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી છે. CJIએ કહ્યું કે તે આ મુદ્દાની સુનાવણી માટે બુધવારે સવારે 10.30 વાગ્યે એક અલગ બેન્ચનું ગઠન કરશે. #Nirbhaya rape case: Three-judge bench of the Supreme Court, headed by Chief Justice Sharad Arvind Bobde, and also comprising Justice Ashok Bhushan and Justice R. Banumathi starts hearing […]

નિર્ભયા કેસમાંથી CJIએ પોતાને કર્યા અલગ, પુન:વિચાર અરજી પર આવતીકાલે નવી ખંડપીઠ સુનાવણી કરશે
| Updated on: Dec 17, 2019 | 11:49 AM
Share

નિર્ભયા કેસમાં પુન:વિચાર અરજી પર સુનાવણી ટાળી દેવામાં આવી છે. CJIએ કહ્યું કે તે આ મુદ્દાની સુનાવણી માટે બુધવારે સવારે 10.30 વાગ્યે એક અલગ બેન્ચનું ગઠન કરશે.

નિર્ભયા ગેંગરેપનો એક આરોપી અક્ષયની પુન:વિચાર અરજી પર સુનાવણી શરૂ થયાના 10 મિનિટની અંદર જ ટાળી દીધી. CJIના ભત્રીજાએ અપીલ દરમિયાન નિર્ભયા તરફ પક્ષ રાખ્યો હતો. તેથી CJIએ તેમને આ સુનાવણીથી અલગ કરી દીધા. હવે ત્રણ જ્જની નવી બેન્ચ બુધવારે સવારે 10.30 વાગ્યે આ મુદ્દે સુનાવણી કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોપી અક્ષયના વકીલ એ.પી.સિંહે પીઠ સમક્ષ દલીલ કરી. તેમને પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા, તેમને કહ્યું મીડિયા સહિત વિભિન્ન સ્તરો પર દબાણમાં પોલીસે તપાસ કરી. CJIએ SG તુષારને પુછ્યુ કે પ્રથમ ત્રણ પુન:વિચાર અરજી રદ થઈ ચૂકી છે. હવે આ દોષી મોડો કેમ આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મૃત્યુદંડ પર પુન:વિચાર માટે સુપ્રીમ કોર્ટના 3 જ્જની વિશેષ ખંડપીઠ ખુલ્લી કોર્ટમાં જ સુનાવણી કરે છે. વિશેષ ખંડપીઠમાં સુનાવણી માટે અડધા કલાકની સમયમર્યાદા નક્કી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લાલ કિલ્લા હુમલામાં મોહમ્મદ આરિફના મૃત્યુદંડ પર પુન:વિચાર અરજી પર થયેલી લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં આ ગાઈડલાઈન નક્કી કરી હતી. સામાન્ય રીતે પુન:વિચાર અરજીઓ ચેમ્બરમાં જ સાંભળવામાં આવે છે પણ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યુ કે મૃત્યુદંડના મામલે ખુલ્લી કોર્ટમાં વિશેષ ખંડપીઠ અડધા કલાક સુધી દલીલો સાંભળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">