નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી
નિર્ભયા કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હવે આગામી 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. પવનકુમારના વકીલ એ.પી.સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. જેની પર કોર્ટે સુનાવણી ટાળી દીધી છે. Delhi High Court has adjourned hearing for 24th January, 2020 as convict Pawan Kumar Gupta's lawyer Advocate AP […]
નિર્ભયા કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી ટળી ગઈ છે. હવે આગામી 24 જાન્યુઆરીએ સુનાવણી થશે. પવનકુમારના વકીલ એ.પી.સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. જેની પર કોર્ટે સુનાવણી ટાળી દીધી છે.
Delhi High Court has adjourned hearing for 24th January, 2020 as convict Pawan Kumar Gupta's lawyer Advocate AP Singh has sought time to file fresh documents in the matter.#TV9News https://t.co/qPWr2OFJCO pic.twitter.com/7vgI4mNCIF
— Tv9 Gujarati (@tv9gujarati) December 19, 2019
સુનાવણી ટાળી દીધા પછી માનવામાં આવી રહ્યું છે કે હવે 24 જાન્યુઆરી સુધી પવન કુમારને ફાંસી આપવામાં આવી શકતી નથી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પવન કુમારે પોતાને સગીર ગણાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે કિશોર ન્યાય કાયદા હેઠળ વર્તન કરવામાં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નિર્ભયા કેસ મામલામાં ફાંસીની સજા મળેલા પવન ગુપ્તાએ તેમની અરજીમાં દાવો કર્યો છે કે તે ડિસેમ્બર 2012માં બનેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું કે ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકે તેના અધિકારોનું હનન કર્યુ છે.
પહેલા રદ થઈ હતી અરજી
પવને પોતાની અરજીમાં પોતાને ઘટના સમયે સગીર હોવાનો દાવો કરતી અરજી 2017માં દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. નીચલી કોર્ટ પહેલા જ તેની અરજી રદ કરી ચૂક્યુ છે, ત્યારબાદ તે અપીલ કરવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દયા અરજી માટે 7 દિવસ
ત્યારે નિર્ભયા કેસના 4 આરોપીને દયા અરજી દાખલ કરવા માટે 7 દિવસનો સમય મળ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન તિહાડ જેલ તંત્રને નોટિસ જાહેર કરીને કહ્યું. આ નોટિસમાં આરોપીને 7 દિવસનો સમય આપવામાં આવશે. જેમાં તે પોતાની દયા અરજી દાખલ કરી શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]