NIA દ્વારા નકલી ચલણી નોટના તસ્કરની કરાઈ ધરપકડ, નકલી ચલણી નોટના મોટા નેટવર્કનો થઈ શકે છે ખુલાસો

બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલા આતંકવાદીઓની ધરપકડ બાદ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ દેશમાં નકલી ચલણની દાણચોરી કરવાના મામલે કોલકાતાથી એક તસ્કરની ધરપકડ કરી છે.

NIA દ્વારા નકલી ચલણી નોટના તસ્કરની કરાઈ ધરપકડ, નકલી ચલણી નોટના મોટા નેટવર્કનો થઈ શકે છે ખુલાસો
પ્રતિકાત્મત તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 7:33 PM

બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલા આતંકવાદીઓની (Terrorist) ધરપકડ બાદ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ દેશમાં નકલી ચલણની દાણચોરી કરવાના મામલે કોલકાતાથી એક તસ્કરની ધરપકડ કરી છે. તેનું નામ શરીફુલ ઈસ્લામ કહેવામાં આવી રહ્યું છે. માલદાનો રહેવાસી શરીફુલ બાંગ્લાદેશથી નકલી નોટો લાવતો હતો અને બંગાળના માધ્યમથી તેને અન્ય રાજ્યોમાં મોકલતો હતો. હાલમાં એનઆઈએ શરીફુલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લખનૌ લઈ જઈ રહ્યા છે. અહીં તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવશે.

આ ધરપકડ નકલી ચલણની દાણચોરી કરતી મોટી ગેંગ સુધી પહોંચવામાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. નકલી નોટોના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા વધુ લોકોના ચહેરાઓ સામે આવી શકે છે. આ બનાવટી ચલણના મોટા નેટવર્કને છતી કરી શકે છે. આપને જણાવી દઈએ કે, માલદા અને મુર્શીદાબાદમાં નકલી ચલણની દાણચોરીના કિસ્સા વારંવાર સામે આવે છે.

એનઆઈએ અનુસાર ડિસેમ્બર 2019માં એટીએસએ બિહારના કટિહારમાં રહેતા મોહમ્મદ મુરાદ આલમની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2,49,500 રૂપિયાની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો મળી હતી. મુરાદની પૂછપરછમાં માલદા જિલ્લાનો રહેવાસી તૌસિફ આલમનું નામ સામે આવ્યું છે. આ પછી સુરક્ષા એજન્સીઓએ શાહનાવાઝ આલમ નામના અન્ય તસ્કરને તૌસીફ સાથે ધરપકડ કરી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ત્રણેય સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મુરાદ અને તૌસિફની પૂછપરછ દરમિયાન બાતમી મળી હતી કે, બનાવટી નોટો બાંગ્લાદેશથી આવે છે અને માલદાના રહેવાસી શરીફુલ ઇસ્લામ તેમને નોટો પૂરો પાડે છે. ત્યારથી, આ મામલો દેશની આર્થિક સુરક્ષા સાથે સંબંધિત હતો તેથી એનઆઇએ પણ તેની તપાસ કરી રહી હતી. તૌસિફને બંગાળથી એનઆઈએ દ્વારા જ ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં નકલી નોટો સપ્લાય કરનારો સૌથી મોટો તસ્કર શરીફુલ ઇસ્લામ પણ એનઆઈ દ્વારા બે દિવસ પહેલા કોલકાતાથી પકડાયો હતો. શરીફુલની પુછપરછ કરીને નકલી ચલણની દાણચોરી સંબંધિત મોટી ગેંગ સામે આવી શકે છે.

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">