જર્મનીમાં આયોજિત થનારી TV9 ગૃપની NEWS9 ગ્લોબલ સમિટમાં દેશ અને દુનિયાના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે. TV-9 ગૃપના MD અને CEO બરુણ દાસે જણાવ્યુ કે સમિટમાં અનેક મોટા ચહેરાઓ જોવા મળશે. આ સમિટમાં ભારત- જર્મની વચ્ચે વિકાસ પર મંથન થશે. આ આયોજન 21 થી 23 નવેમ્બર સુધી ચાલશે. જેમા પ્રધાનમંત્રી મોદી અને દેશ-દુનિયાના મોટા ચહેરાઓ સામેલ થશે. 22 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી સમિટને સંબોધિત કરશે. દુનિયામાં ક્યાં ક્યા ક્ષેત્રે વિકાસની આશા છે તેના પર પીએમ મોદી તેમના વિચારો રજૂ કરશે. સમિટનું આયોજન જર્મનીના સ્ટટગાર્ડના MHP એરિના સ્ટેડિયમમાં થશે.
TV9 ग्रुप का जर्मनी में News9 ग्लोबल समिट #TV9LIVE https://t.co/aQODULlaTi
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 11, 2024
21 નવેમ્બરે ભારત અને જર્મનીમાં રાષ્ટ્રગાન સાથે સમિટનું આયોજન એને પ્રારંભ થશે. પહેલા સેશનમાં ભારત અને જર્મનીના વિકાસના મુદ્દા પર ચર્ચા થશે. આ સાથે જ વિકાસ મુદ્દા સાથે જોડાયેલા અન્ય મુદ્દા પર પણ ચર્ચા થશે. જેમા દેશ અને દુનિયાના દિગ્ગજો અલગ – અલગ સત્રમાં તેમના વિચારો રાખશે. સમિટના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન રહેશે.
સમિટના બીજા દિવસે 22 નવેમ્બરે ભારત અને જર્મનીના સતત વિકાસ સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા થશે. આ સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ઈકોનોમી પર ચર્ચા થશે. સમિટમાં અન્ય વિષયો અને મુદ્દા પર વિસ્તારથી ચર્ચા થશે. ભારત-જર્મની વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી tv9 નેટવર્ક તરફથી આયોજિત આ સંમેલનમાં ભારત-જર્મનીના અનેક વ્યાપારિક અને રાજનીતિક નેતા, કેન્દ્રીય મંત્રી અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
દેશના તમામ સમાચાર તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:12 pm, Mon, 11 November 24