કોરોના કાળમાં રાહતના સમાચાર, આવી RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે

કોરોનાની રસીને લઈને જર્મનીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જર્મન કંપનીએ ત્રીજી આરએનએ રસી ક્વોરેક વિકસાવી છે. રસી તેના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે તેના પરિણામો આવતા અઠવાડિયે જાહેર થવાની સંભાવના છે. આ રસીની વિશેષતા એ છે કે તે સામાન્ય ફ્રીઝના તાપમાન પર પણ સંગ્રહિત કરી શકાય છે.

કોરોના કાળમાં રાહતના સમાચાર, આવી  RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે
આવી RNA આધારિત ત્રીજી વેક્સિન, ફીઝમાં પણ રાખી શકાશે

વિશ્વભરમાં Corona નો કહેર સતત વધી રહ્યો છે. જેમાં હાલ જર્મનીથી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જર્મન કંપનીએ ત્રીજી આરએનએ રસી ક્વોરેક વિકસાવી છે. રસી તેના પરીક્ષણના અંતિમ તબક્કામાં છે તેના પરિણામો આવતા અઠવાડિયે જાહેર થવાની સંભાવના છે. આ રસીની વિશેષતા એ છે કે તે સામાન્ય ફ્રીઝના તાપમાન પર પણ સંગ્રહિત કરી શકાય છે.

Corona વાયરસ ફેલાવાના પ્રારંભિક તબક્કે, ડઝનેક કંપનીઓએ એન્ટીવાયરસ રસી બનાવવા માટે સંઘર્ષ શરૂ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન કેટલાકએ જૂની પદ્ધતિઓ અપનાવી અને મૃત વાયરસથી રસી બનાવવાનું શરૂ કર્યું. બીજી બાજુ કેટલીક કંપનીઓએ જોખમી અભિગમ અપનાવ્યો છે જેને આરએનએ ટેકનોલોજી કહેવામાં આવે છે. આમાંની કેટલીક કંપનીઓને હજી સુધી કોઈ પણ અધિકૃત રસી બનાવવાનો અનુભવ નથી થયો. જોખમ લેવાનો ફાયદો પણ હતો. ફાઈઝર-બાયોનોટેક અને મોડર્ના નામની બે કંપનીઓ આરએનએ આધારિત કોરોના રસીના પરીક્ષણમાં સફળ રહી હતી અને બંને પણ ખૂબ અસરકારક હોવાનું જણાયું હતું. આ બંને રસીથી અત્યાર સુધી 90 દેશોના લાખો લોકોને સુરક્ષા મળી છે.

વિશ્વના ઘણા ભાગોમાં, જ્યાં Corona ને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે, આ બંને રસીની પહોંચ ઘણી ઓછી છે. આનું મુખ્ય કારણ આ બંને રસીનું જાળવણી છે. આ બંને રસી રાખવા માટે તાપમાન આશરે -80 °સેલ્શિયસ જરૂરી છે. જે આ દેશોમાં શક્ય નથી. દરમિયાન, જર્મનીમાં વિકસિત રસીની જાળવવી પ્રમાણમાં અનેક રીતે સરળ છે.

ક્વોરેક રસીના પરિણામો અંગે નિષ્ણાતો આશાસ્પદ
કેટલાંક રસીકરણ નિષ્ણાતો ક્વોરેક રસીના પરિણામ વિશે ઉત્સાહિત છે. કારણ કે ફાઇઝર અને મોડર્નાની જેમ આની માટે પણ ડીપ ફ્રીઝરની જરૂર રહેશે નહીં. તે સામાન્ય ફ્રીઝમાં પણ સંગ્રહિત કરી શકાય છે. આનો અર્થ એ કે આ રસી વિશ્વના દેશોમાં સરળતાથી સુલભ થઈ જશે.

આરએનએ ટેકનોલોજી શું છે
તે રસી વિકાસની સૌથી આધુનિક પદ્ધતિ માનવામાં આવે છે. રોગપ્રતિકારક પ્રોટીન શરીરના આરએનએ અને ડીએનએનો ઉપયોગ કરીને વિકસિત થાય છે. જે વાયરસના ચેપને અવરોધિત કરવાનું કામ કરે છે અને શરીરના કોષોને કોરોના વાયરસના ચેપથી સુરક્ષિત કરે છે.

મેરીલેન્ડ કંપની નોવાકસે તેની પ્રોટીન આધારિત રસી માટે ટૂંક સમયમાં યુએસ ઓથોરિટી પાસેથી મંજૂરી લે તેવી અપેક્ષા છે.
ભારતમાં ફાર્મા કંપની બાયોલોજિકલ ઇ ટેક્સાસના સંશોધનકારો દ્વારા બનાવવામાં આવેલ પ્રોટીન આધારિત રસીનું પણ પરીક્ષણ કરી રહી છે.