ડેલ્ટાની તુલનામાં સુપર વેરિએન્ટ કોવિડ-22 સાબિત થઇ શકે છે વધુ ખતરનાક !

કોવિડ -19 (Covid-19) કરતા વધુ ખરાબ કોરોના વાયરસનું 'સુપર વેરિએન્ટ' આવતા વર્ષે બહાર આવી શકે છે અને રસીકરણ (Vaccination) વિના તમામ મનુષ્ય સંભવિત સુપર સ્પ્રેડર્સ છે. સુપર સ્પ્રેડર એ સંક્રમિત વ્યક્તિ છે જે સરેરાશ કરતા વધુ લોકોમાં બિમારી ફેલાવે છે.

ડેલ્ટાની તુલનામાં સુપર વેરિએન્ટ કોવિડ-22 સાબિત થઇ શકે છે વધુ ખતરનાક !
સાંકેતિક તસ્વીર

Covid-22 : નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોવિડ -19 (Covid-19) કરતા વધુ ખરાબ કોરોના વાયરસનું ‘સુપર વેરિએન્ટ’ આવતા વર્ષે બહાર આવી શકે છે અને રસીકરણ (Vaccination) વિના તમામ મનુષ્ય સંભવિત સુપર સ્પ્રેડર્સ છે. સુપર સ્પ્રેડર એ સંક્રમિત વ્યક્તિ છે જે સરેરાશ કરતા વધુ લોકોમાં બિમારી ફેલાવે છે. ધારો કે બે લોકોમાં બિમારીના લક્ષણો દેખાતા નથી, બંને તેમનુ રોજિંદુ જીવન જીવી રહ્યા છે. એક વ્યક્તિ બે લોકોમાં વાયરસ ફેલાવે છે, જ્યારે અન્ય વ્યક્તિમાં દસ લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા હોય છે.

સુપર સ્પ્રેડર્સ મોટે ભાગે ‘ટ્રાન્સમિશનની નવી ચેઇન શરૂ કરે છે, કમ્યુનિટી ટ્રાન્સમિશન બનાવે છે, આગળનો તબક્કો શરૂ કરે છે.’ સરેરાશ 2 થી 2.5 લોકોમાં કોવિડ -19 ફેલાવે છે. ઝુરિખમાં ઇમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર સાઈ રેડ્ડીએ જણાવ્યું હતું કે, હાલના સ્ટ્રેનનું મિશ્રણ નવા અને વધુ ખતરનાક મહામારીના યુગનું પરિણામ હોઈ શકે છે. તેમણે ચેતવણી આપી કે “કોવિડ -19 આપણે જે જોઈ રહ્યા છીએ તેના કરતા વધુ ખરાબ હોઈ શકે છે.”

રસી લેવાનો ઇનકાર કરનાર થઇ શકે છે કોઇ પણ સમયે સંક્રમિત 

આગામી કેટલાક વર્ષોમાં એક કરતાં વધુ રસીકરણની તૈયારીની જરૂર પડશે, કારણ કે વિશ્વમાં વિકસતા ખતરા સામે લડવાનું ચાલુ રાહેશે, બની શકે કે આપણી બાકીની જિંદગી સુધી. તેમણે વધુમાં સમજાવ્યું કે ડેલ્ટાનો વાયરલ લોડ એટલો વધારે છે કે રસીકરણ વિના અને વેરિઅન્ટથી સંક્રમિત દરેક વ્યક્તિ સુપર સ્પ્રેડર બની શકે છે. તે કહે છે કે ડેલ્ટાને કારણે, ‘તે હવે કોવિડ -19 નથી’ અને જણાવ્યુ તે જે કોઈ પણ રસી લેવાનો ઇનકાર કરશે તે કોઈ પણ સમયે સંક્રમિત થશે.

એકથી વધુ રસીકરણ માટે રહેવુ જોઇએ તૈયાર 

રેડ્ડીએ કહ્યું કે તમામ બાળકોને રસી આપવી જોઈએ કારણ કે એના પર્યાપ્ત પુરાવા છે કે રસી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમ નથી. તેમણે ઉમેર્યું કે, “લગભગ એની શક્યતા છે કે એક નવું વેરિઅન્ટ આવશે જ્યાં આપણે હવે માત્ર રસીકરણ પર આધાર રાખી શકીએ નહીં. તેથી આપણે આગામી થોડા વર્ષોમાં એકથી વધુ રસીકરણ માટે તૈયાર રહેવું પડશે, જે સતત નવા વેરિએન્ટ્સને અનુકુળ થઇ રહ્યુ હોય. બીટા અને ગામા વેરિઅન્ટ આંશિક રીતે એન્ટિબોડીઝને ટાળી શકે છે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ “અત્યંત સંક્રામક” છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati