New Omicron Varient: 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય, ભારત સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો

ગયા મહિનાના અંતમાં એક બેઠકમાં કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે નવા કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદભવને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે.

New Omicron Varient: 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય, ભારત સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:51 PM

વિશ્વભરમાં નવા કોરોનાના વેરિયન્ટ (new Corona Variants)ને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરિઅન્ટ્સના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (International flights) ફરીથી શરૂ કરવાની યોજના હાલ પુરતી મોકૂફ રાખી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ બુધવારે ભારતમાંથી સુનિશ્ચિત કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર એરલાઈન (Commercial International Passenger Airline) સેવાઓ ફરી શરૂ કરવામાં વિલંબની જાહેરાત કરી.

કોમર્શિયલ ફ્લાઈટ શરુ કરવા પર પછી નિર્ણય

ડીજીસીએએ કહ્યું કે તેણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તે તેના નિર્ણયને યોગ્ય સમયે જણાવશે. ગયા મહિનાના અંતમાં એક બેઠકમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ થશે. 20 મહિનાથી વધુના લાંબા અંતરાલ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સરકારની ફરીથી વિચારણા

અગાઉ ગયા રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ 15 ડિસેમ્બરથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે ઓમિક્રોનના ઉદભવના અહેવાલોને પગલે સરકારે હવે ફરીથી વ્યૂહરચનાની સમીક્ષા કરી હતી.

પરિસ્થિતિ પર નજર: DGCA

ડીજીસીએના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વેરિએન્ટ ઓફ કન્સર્નના ઉદભવ અને વિકાસને ધ્યાનમાં રાખીને તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને વ્યાપારી આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ફરી શરૂ કરવા માટે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સરકાર વર્તમાન મહામારીની પરિસ્થિતિ વચ્ચે સલામત સ્થિતિ જોશે તે સમયે વ્યાપારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા અંગેનો નિર્ણય લેશે.

મહત્વનું છે તે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે કોરોનાને કારણે ગયા વર્ષે 23 માર્ચથી ભારતમાં અને ત્યાંથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જે બાદ સરકારે ફરીથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરુ કરવાની વાત કરી હતી. જો કે હવે ફરીથી સરકાર આ અંગે સમય અને સંજોગો પ્રમાણે નિર્ણય લેશે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election : ચીખલી ગ્રામ પંચાયત માટે રાજકીય પક્ષોની ખેંચતાણ, ભાજપની સમરસ માટે કવાયત, તો કોંગ્રેસની ચૂંટણીલક્ષી કવાયત

આ પણ વાંચોઃ ગ્રાન્ડ એન્ટ્રીના ચક્કરમાં થઈ ગ્રાઉન્ડ એન્ટ્રી ! JCBની ટ્રોલીએ દગો આપતા દુલ્હા-દુલ્હનના હાલ થયા બેહાલ,જુઓ VIDEO

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનની ક્રુરતા યથાવત, 100થી વધુ ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ગાયબ થઈ ગયા અથવા હત્યા થઇ ગઈ હોવાની આશંકા

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">