નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે

નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે.

નવા મુખ્યપ્રધાન બે દિવસમાં લેશે શપથ, નવા મંત્રીમંડળમાં કેટલાકના પત્તા કપાશે, વર્તમાન પ્રધાનોના ખાતામાં ફેરબદલ થશે
Vijay Rupani and members of the Cabinet ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 7:49 AM

ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે આજે રવિવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે કેન્દ્રીય નિરીક્ષકની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતના નવા મુખ્યપ્રધાનની શપથવિધિ આગામી બે દિવસમાં સાદગીથી કરવામાં આવે તેવી સંભાવના છે.

નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રે એવુ ચર્ચાઈ રહ્યુ છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે. તો કેટલાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સામાન્ય રીતે 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ અને જાતિના સમિકરણોને આધારે નવા પ્રધાનમંડળમાં કેટલાક નવા સભ્યોને સમાવવામાં આવી શકે છે. તો વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં રહેલા કેટલવાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સાથોસાથ વર્તમાન પ્રધાનોને ફાળવેલા ખાતાઓમાં ફેરફાર પણ થવાની પૂરી સંભાવના છે.

ગુજરાતમાં રાજકીય ક્ષેત્રના તજજ્ઞોનુ માનવુ છે કે, ભાજપે 2022ની ચૂંટણીને ધ્યાને લઈને કરેલા સર્વેમાં પ્રધાનોની કામગીરીની પણ સમિક્ષા હાથ ધરી હતી. જેમાં કેટલાક પ્રધાનોની કામગીરી સંતોષકારક નહોતી જણાઈ. આવા નબળી કામગીરી ધરાવનારા પ્રધાનોને નવા પ્રધાનમંડળમાંથી પડતા મુકાઈ શકે છે. તો ગુજરાતના પ્રદેશ અને ઝોનવાર કેટલાક ફેરફારો કરીને નવા પ્રધાનોને જ્ઞાતિ અને જાતિના સમિકરણોની સાથે પ્રધાનોને સમાવવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજકીયક્ષેત્રે થઈ રહેલી ચર્ચા મુજબ ગુજરાતમાં પણ ઉતરપ્રદેશની માફક બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવે તેવી સંભાવના છે. જેમાં એક ઓબીસી અને બીજા અનુસુચિત જનજાતિના હોવાનું કહેવાઈ રહ્યુ છે. ખાસ કરીને બીજા નાયબ મુખ્યપ્રધાન દક્ષિણ- પૂર્વ ગુજરાતમાંથી લેવાશે.

ભાજપના મહત્વના અગ્રણી નેતા અને કાર્યકરોને બોર્ડ અને નિગમના અધ્યક્ષ બનાવવાની સાથોસાથ બોર્ડ નિગમમાં ડિરેકટર તરીકે પણ નિમણૂંક કરવામાં આવી શકે છે તેમ રાજકીય ક્ષેત્રના તજજ્ઞોનુ માનવુ છે. ભાજપ 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જ હવે નવેસરથી તમામ પગલા ભરશે તેમ કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં આજે મળશે ભાજપના ધારાસભ્યોની બેઠક, નવા મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1960થી 2021 સુધીના 61 વર્ષમાં 21 મુખ્યપ્રધાન બન્યા, સપ્ટેમ્બર મહિનામાં ઘટી અનેક રાજકીય ઘટનાઓ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">