નવા કૃષિ કાયદાઓ ફક્ત ખેડૂતો માટે જ નહી પૂરા દેશ માટે હાનિકારક : પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેન્દ્રના આ નવા કૃષિ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ આ કાયદો દેશના પણ હિતમાં નથી.

નવા કૃષિ કાયદાઓ ફક્ત ખેડૂતો માટે જ નહી પૂરા દેશ માટે હાનિકારક : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી- કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ

 

પ્રિયંકા ગાંધી આ કોન્ફરન્સિંગ દ્વારા અમેઠીના જામો બ્લોકની ન્યાય પંચાયત દાખીનવાડાની બેઠકને સંબોધન કરી રહ્યાં હતાં.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમેઠીની જનતાને સંબોધન કરતાં કહ્યું કે કેન્દ્રના આ નવા કૃષિ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ આ કાયદો દેશના પણ હિતમાં નથી.

આ સાથે જ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અમેઠીના લોકો સાથેના તેમના સંબંધો બનાવતા કહ્યું કે અમેઠી સાથેના મારા સંબંધો રાજકીય નહીં પણ કૌટુંબીક છે. કોંગ્રેસ કાર્યકરોને પ્રિયંકાએ કહ્યું કે સંગઠન નિર્માણ આપણા બધાની પહેલી પ્રાથમિકતા છે. પ્રિયંકા ગાંધી આ કોન્ફરન્સિંગ દ્વારા અમેઠીના જામો બ્લોકની ન્યાય પંચાયત દાખીનવાડાની બેઠકને સંબોધન કરી રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે આવનાર છે. આથી જ પ્રિયંકા ગાંધીએ જમીની સ્તરે કોંગ્રેસને મજબૂત બનાવવાની શરૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે નવા વર્ષ નિમિત્તે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 10 લાખ કેલેન્ડર મોકલ્યા છે. કોંગ્રેસ નેતાઓએ હવે આ કેલેન્ડર્સ દરેક ગામ-ગામ અને ઘર-ઘર સુધી પહોંચાડવાના છે.

કેલેન્ડરમાં ફક્ત પ્રિયંકાની તસવીર

તે એકદમ રસપ્રદ છે કે આ કેલેન્ડર પર માત્ર પ્રિયંકા ગાંધીનું જ એક ચિત્ર છે. આ કેલેન્ડર્સમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તસવીરોમાંથી ગાયબ છે. જો કે, પ્રિયંકા ગાંધીએ યુપીમાં પોતાના મૂળીયા ખોઈ ચૂકેલી કોંગ્રેસને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. પ્રિયંકાની આ લગનના કારણે કોંગ્રેસના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ છે. હવે તો આવનાર વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જ બતાવશે કે પ્રિયંકા ગાંધીની મહેનત કેટલી રંગ લાવે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati