ફરી વિવાદોમાં ફસાઈ NEET પરીક્ષા, ફિઝિક્સના એક વિવાદિત પ્રશ્નનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી

NEET 2021 માં ફિઝિક્સના એક પ્રશ્ન પર વાંધો નોંધાવીને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ પ્રશ્ન દૂર કર્યા બાદ ફરીથી પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

ફરી વિવાદોમાં ફસાઈ NEET પરીક્ષા, ફિઝિક્સના એક વિવાદિત પ્રશ્નનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી
Neet 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:31 PM

NEET 2021 : NEET UG 2021ની પરીક્ષા અને પરિણામ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે NEET 2021 માં પૂછાયેલા ફિઝિક્સના એક પ્રશ્નને લઈને વિવાદ ઊભો થયો છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો છે. MBBS એડમિશન 2021, BDS એડમિશન 2021 સહિત મેડિકલ UG કોર્સમાં પ્રવેશ માટે NEET 2021ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના એક જૂથે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

અરજદારોએ સર્વોચ્ચ અદાલતને અપીલ કરી છે કે, કોર્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને NEET 2021 માં પૂછવામાં આવેલા ફિઝિક્સના એક પ્રશ્નને દૂર કરવા અને ફરીથી NEET પરિણામ 2021 બહાર પાડવાનો નિર્દેશ આપે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ દ્વારા આજે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પ્રશ્નના લીધે વિવાદ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અરજદારોનું કહેવું છે કે, NEET 2021 ફિઝિક્સ પેપરમાં (Physics Paper) પ્રશ્ન નંબર 2માં પૂછવામાં આવેલા પ્રશ્નનો હિન્દી અનુવાદ ખોટો હતો. પ્રશ્નના હિન્દી અનુવાદમાં ‘પ્રવાહના કંપનવિસ્તાર’નો કોઈ ઉલ્લેખ નહોતો, જે અંગ્રેજીમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ભાગ હતો. જે ઉમેદવારોએ હિન્દીમાં પ્રશ્નો વાંચીને જવાબ આપ્યા, તેમના જવાબો ખોટા હતા કારણ કે પ્રશ્નનો અનુવાદ જ ખોટો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે NTAની આ ભૂલને કારણે હિન્દી ભાષી વિદ્યાર્થીઓને માર્કસ અને રેન્કનું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં તેના ઘટેલા માર્કસ અને ઘટેલા રેન્કની અસર તેમના ભવિષ્ય પર પણ અસર થવાની શક્યતા છે.

NTAનો નિર્ણય અંતિમ રહેશે

NTAની નીતિ મુજબ, જો કોઈપણ પ્રશ્નનો અનુવાદ ખોટો હોય, તો અંગ્રેજીમાં પૂછવામાં આવેલ પ્રશ્નને અંતિમ ગણવામાં આવે છે અને તેના આધારે માર્કિંગ કરવામાં આવે છે. NTA દ્વારા જાહેર કરાયેલ NEET 2021 ઇન્ફર્મેશન બુલેટિન પણ સ્પષ્ટપણે જણાવે છે કે ‘NEET પરીક્ષામાં કોઈ પ્રશ્નના અનુવાદમાં કોઈ અસ્પષ્ટતા અથવા શંકાના કિસ્સામાં, તે પ્રશ્નના અંગ્રેજી ભાષાને અંતિમ ગણવામાં આવશે. ઉપરાંત આ અંગે NTAનો જ નિર્ણય અંતિમ રહેશે.

આ પણ વાંચો: BOB Recruitment 2021: બેંકમાં નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">